ચોરીનો ભેદ ઉકેલાયો:શાપરમાં ફેક્ટરીમાંથી 50 હજારના પાર્ટસની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાપર-વેરાવળમાં ફેક્ટરીમાંથી પાર્ટસની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જિલ્લા પોલીસની એસઓજીના પીએસઆઇ સંજયસિંહ જાડેજા સહિતની ટીમ સોમવારે રાત્રે શાપર-વેરાવળમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શાપરમાં પિતૃકૃપા હોટેલ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી ટુલ્સમાં વપરાતા રૂ.50 હજારની કિંમતના 40 પાર્ટસ મળી આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં તે શખ્સે પોતાના કબજાના પાર્ટસ મેગોટેક્સ કંપનીમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે ચોરાઉ પાર્ટસ કબજે કરી ચોરી કરનાર શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતા યાસીન જુસબ હિંગોરાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...