રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:વીંછિયામાં પ્રસંગમાંથી પરત ફરેલી પરિણીતાને ‘તારું હવે કઈ કામ નથી’ કહી સાસરિયાએ ઘરમાંથી કાઢી મુકી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરાઉ બાઇક અને 14 મોબાઈલ સાથે એક શખસની ધરપકડ. - Divya Bhaskar
ચોરાઉ બાઇક અને 14 મોબાઈલ સાથે એક શખસની ધરપકડ.
  • રેલનગરમાં શિવાલય એપાર્ટમેન્ટમાંથી એક શખસને વિદેશી દારૂની 204 બોટલ સાથે ઝડપ્યો
  • નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો

વીંછિયામાં પ્રસંગમાંથી પરત ફરેલી પરિણીતા રીંકલબેનને ‘તારૂ હવે અમારે કઈ કામ નથી’ કહી સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુકતા જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ફરિયાદી રીંકલબેન સંજયભાઇ ઝાપડિયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ સાથે થયા હતા. લગ્નજીવનથી અમારે સંતાનમાં એક પુત્રી છે. લગ્ન બાદ હું મારા સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. બાદમાં મારા પતિ પર પૈસાનું દેણું હોવાથી અમારા ખેતરમાં ઉપજમાંથી મેં દેણું ચૂકવી દેવાનું કહેતા મારા પતિ ઉશ્કેરાયને મને કહ્યું કે તારે પંચાત કરવી નહીં અને સાથે રહેવું હોય તો મુંગા મોઢે રહેવું નહીંતર તારા પિતાની ઘરે ચાલી જા. બાદમાં અવારનવાર ઝઘડા થતા હું માવતર ચાલી ગઇ હતી.

ભાઈ-ભાભીએ ATM કાર્ડ મેળવી ટુકડે ટુકડે 1.70 લાખ ઓળવ્યા
બજરંગવાડીના રાજીવનગરમાં રહેતા ઇલાબેન જગદીશભાઈ બારોટે તેમના જ સંબંધી એવા રતનપર ગામે રહેતા મીરાભાઈ સંજયભાઈ રાઠોડ અને રાજકોટમાં રહેતા ભાવિન પ્રવિણભાઈ જોબનપુત્રા સામે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ઇલાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મીરાબેન સંજયભાઈ રાઠોડ અને ભાવિનભાઈ પ્રવિણભાઈ જોબનપુત્રા તેમના સંબંધી થતાં હોય બંનેએ તેણીનો વિશ્વાસ કેળવીને નાગરિક બેન્કમાંથી નાણા ઉપાડવા માટે તેમનું એટીએમ કાર્ડ મેળવી લીધું હતું. મીરાબેને ઇલાબેન પાસેથી એટીએમ કાર્ડ મેળવ્યા બાદ ભાવિન પ્રવિણભાઈ જોબનપુત્રા સાથે મળીને ગત 24 માર્ચ પૂર્વે ટુકડે-ટુકડે તેમના ખાતામાંથી રૂા. 1.70 લાખ જેટલી રકમ ઉપાડી લીધી હતી.

નાનામવા રોડ પર યુવતીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટના નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતી યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે તેનું મોત નીપજે તે પહેલા જ તેને બચાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર ભારતી પોતે મેટોડામાં કામ કરતી હોવાનું અને પિતા હયાત ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કોઈ કારણોસર ફાંસો ખાઈ લેતા તેમનો ભાઈ અને બહેન જોઈ જતા યુવતીને બચાવી લીધી હતી અને સારવાર અર્થે લાવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ચોરાઉ એક બાઇક અને 14 મોબાઈલ સાથે એક શખસની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કોઠારિયા ચોકથી આગળ બ્રહ્માણી હોલ પાસેથી ચોરાઉ બાઇક લઇ પસાર થતા શખસની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક ચોરાઉ બાઈક તેમજ 14 ચોરાઉ મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપી મુકુંદ મારુ લોકોને વાહન વેચવાના હોય તેની પાસેથી ટેસ્ટ ડ્રાઇવ માટે લઇ જઇ નાસી છૂટતો અને બાદમાં નંબર પ્લેટ કાઢી ગ્રીનલેન્ડ ચોક નજીક વાહનની રાહ જોઇ ઉભા રહેતા લોકોને લિફ્ટ આપવાના બહાને બેસાડી બાદમાં કોઈ પાનની દુકાન નજીક ઉભી રાખી ફોનમાં વાત કરવા માટે મોબાઈલ માગી નજર ચૂકવી મોબાઈલ લઇ નાસી જતો હતો.

ભાવનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત
રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આજીડેમ પાસે રહેતા અજયભાઈ રમેશભાઈ સાટલા (ઉ.વ.30) ગઇકાલે ભાવનગર રોડ પર જતા હતાં એ સમયે અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ટ્રાફિકજામ થતા હળવો કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં યુવાને શરીર પર બ્લેડના છરકા કર્યા
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતા યુવાને ગઇકાલે પોતાના ઘરે બ્લેડથી છરકા મારતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ જણાવ્યું હતું કે મારા પુત્રએ ત્રણ વર્ષ પહેલા ધોરણ દસ પાસ કરેલ હતું. જે બાદ તે સીએનસી મશીનમાં કારખાનામાં કામે લાગી ગયો હતો. જે બાદ તેને ફરીથી ભણવાની વાત કરી હતી. જે બાબતે મેં તેને હાલ કામ કરવાનું કહ્યું હતું. જે બાબતે તેને માઠું લાગી આવતા પગલું ભર્યું હતું. બનાવ અંગે જાણ થતા સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

રોહીદાસપરામાં વૃદ્ધાએ ફિનાઈલ ગટગટાવ્યું
રાજકોટ શહેરના રોહીદાસપરામાં રહેતા વૃદ્ધાએ ગઇકાલે પોતાના ઘરે હતાં ત્યારે કોઈ કારણસર ફિનાઈલ ગટગટાવી લેતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જે અંગેની પરિવારને જાણ થતાં તાત્કાલિક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી.

રેલનગરમાં દારૂની 204 બોટલ સાથે એક શખસ ઝડપાયો
રાજકોટ ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ શિવાલય એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 81,600 કિંમતની 204 નંગ વિદેશી દારૂ બોટલ સહિત કુલ 1,25,600ના મુદામાલ સાથે વિજયસિંહ ઉર્ફે ભાણુભા ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ દારૂનો જથ્થો ક્યાંથી અને ક્યારે મગાવ્યો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દારૂની 204 બોટલ સાથે આરોપી ઝડપાયો.
દારૂની 204 બોટલ સાથે આરોપી ઝડપાયો.

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી રવિન્દ્ર ઉર્ફે મુન્નો રાજપૂતની કૃષ્ણનગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.
દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

લખતર પાસે અકસ્માતમાં વૃદ્ધાનું મોત
શહેરના ગોપાલનગર 1 બીમાં રહેતાં મીતાબેન પ્રતાપભાઇ શાહ (ઉં.વ.65) મુંબઇથી હમસફર ટ્રેનમાં બેસી રાજકોટ પતિ, દીકરી, જમાઇ સાથે આવી રહ્યા હતા. ત્‍યારે લખતર બજરંગપુરા રેલવે સ્‍ટેશન નજીક અકસ્‍માતે ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ઇજા થતાં સુરેન્‍દ્રનગર સારવાર હેઠળ હતા. તેમનું ગઇકાલે ત્‍યાં મૃત્‍યુ નીપજતાં ત્‍યાંની પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પોલીસ તપાસમાં મૃત્‍યુ પામનર મીતાબેનની મુંબઇ દવા ચાલુ હોઇ તેઓ ત્‍યાં ગયા હતા અને પરત પતિ, દિકરી, જમાઇ સાથે ટ્રેનમાં રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

પોલીસ દ્વારા બાઈક ચોરને ઝડપી લેવામાં આવ્યાં હતાં.
પોલીસ દ્વારા બાઈક ચોરને ઝડપી લેવામાં આવ્યાં હતાં.

બાઈક ચોર ઝડપાયા
રાજકોટ માલવિયા નગર પોલીસ દ્વારા ચોરીના 3 બાઇક સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચિરાગ ઝાપડિયા અને ભાવિક ઉર્ફે ભૂરો મકવાણાની ધરપકડ કરી 2 લાખ 10 હજાર કિંમતના ત્રણ બાઇક કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલ આરોપી ગોકુલધામ નજીક આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીક નંબર પ્લેટ વગર નું બાઈક લઈ ઉભા હતા જે બાદ પુછપરછ કરતા કુલ 3 વાહન ચોરી કર્યાની કબૂલાત આપી હતી જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..