તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડનો પર્દાફાશ:સીમકાર્ડ બંધ છે તેમ કહી અન્યને બ્લેકમાં કાર્ડ વેચી નાણાં ખંખેરતો શખ્સ ઝડપાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોબાઇલ કંપનીના સીમકાર્ડ ખરીદવા આવતા લોકો પાસેથી તમામ ડોક્યુમેન્ટ મેળવી તેના નામનું સીમકાર્ડ એક્ટિવ કરાવ્યા બાદ ખોટું બહાનું ધરી કાર્ડ એક્ટિવ નહી થયાનું કહી તે કાર્ડ બ્લેકમાં વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગાંધીગ્રામ વિસ્તારના શખ્સને ઝડપી લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે બેસીને મોબાઇલ કંપનીના સીમકાર્ડ કાઢી આપવાનું કમિશનથી કામ કરતાં ગાંધીગ્રામના મયુરભારથી પ્રવિણભારથી ગોસાઇને એસઓજીના પીઆઇ રાવલે એક્ટિવ થયેલા પાંચ સીમકાર્ડ સાથે ઝડપી લીધો હતો. પોલીસે મયૂરની આગવીઢબે પૂછપરછ કરતાં સીમકાર્ડને બ્લેકમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સીમકાર્ડ કઢાવવા આવતા લોકો પાસેથી મયૂર તમામ આધાર પુરાવા લઇ ફોટા કેપ્ચર કરી ગ્રાહકના નામનું સીમકાર્ડ રજિસ્ટર કરી લેતો હતો પરંતુ ત્યારબાદ તે ગ્રાહકને કાર્ડ એક્ટીવ થઇ ગયું હોવા છતાં ‘તમારો ફોટો મેચ થતો નથી’ તેમ કહી તે કાર્ડ પોતાની પાસે રાખી લેતો હતો અને તે કાર્ડ અન્ય વ્યક્તિને રૂ.400-500માં વેંચી દેતો હતો.

પોલીસે આ મામલામાં મોબાઇલ કંપનીના સીમકાર્ડના ડિસ્ટ્રિબ્યુટર્સ ધવલભાઇ પ્રવિણભાઇ કાલરિયાની ફરિયાદ પરથી મયૂરભારથી ગોસાઇ સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...