તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:5 ચોરાઉ મોબાઇલ વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

શહેરના નાનામવા રોડ પર આંબેડકરનગર નજીક એક શખ્સ ચોરાઉ મોબાઇલ વેચવા નીકળ્યો હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ધોળા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે નિયત વર્ણનવાળા શખ્સને સકંજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી રૂ.75 હજારની કિંમતના 5 મોબાઇલ મળી આવ્યા હતા. કબજામાં રહેલા મોબાઇલ અંગે યોગ્ય ખુલાસો નહીં કરી શકતા પોલીસે આંબેડકરનગરમાં રહેતા મધ્યપ્રદેશના વતની રાકેશ મુકેશ સાહુને સકંજામાં લઇ પાંચેય મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસે રાહુલની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય એક કિસ્સામાં ભીલવાસમાં રહેતો રણજિત સુરેશ મદ્રાસી (ઉ.વ.30) ગોકુલધામ મેઇન રોડ પર સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી ચોરાઉ બાઇક સાથે પસાર થતાં માલવિયાનગર પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં રણજિતે ચોરી કરેલું વધુ એક બાઇક પોતાના કબજામાંથી કાઢી આપ્યું હતું.

રણજિતે કબૂલાત આપી હતી કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરતો રહેતો હતો અને જે બાઇક હેન્ડલ લોક કર્યા વગર પાર્ક કર્યું હોય તેને ઉઠાવી જતો હતો. વધુ કેટલીક વાહન ચોરીના ભેદ ઉકેલાવાની આશાએ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...