તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કોર્ટ પાસેથી કારમાં વિદેશી દારૂ લઇ જતો શખ્સ પકડાયો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરમાં દારૂ-જુગારના બે દરોડામાં પોલીસે બે શખ્સને પકડી પાડ્યા છે. ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વિદેશી દારૂ ભરેલી એક કાર ગ્રીનલેન્ડ ચોકડીથી શહેરમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે મોચીબજાર, કોર્ટ નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન માહિતી મુજબની કાર પસાર થતા તેને અટકાવી તલાશી લેતા પાછળની સીટ નીચેથી દારૂની 24 બોટલ મળી આવી હતી. પોલીસે રણુજામંદિર પાછળ પટેલપાર્ક-1માં રહેતા રોહિત ઉર્ફે સંજુ સુરેશ આસોદરિયા નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપરથી કોઠારિયા સોલવન્ટ પાસે નારાયણનગર-9માં રહેતા સંજય જીંજરિયાને વર્લી ફીચરનો જુગાર રમાડતા પકડી રૂ.7090 તેમજ સાહિત્ય કબજે કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...