રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજકોટમાં IPL પર સટ્ટો રમતો એક શખસ ઝડપાયો, કોટડાસાંગાણીમાં બકરા ચરાવતા ખેડૂતને વાહન ચાલકે ઠોકર મારતા મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
IPL પર સટ્ટો રમતો શખસ ઝડપાયો - Divya Bhaskar
IPL પર સટ્ટો રમતો શખસ ઝડપાયો
  • લોકડાઉનમાં દેણું થઈ જતા યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ શહેરમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટની અલગ અલગ મેચ પર આઈડી મારફત સટ્ટો રમતા શખ્સોની પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી રહી છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં રસ્‍તા પર પેટ્રીયા હોટેલ સામે સહજાનંદ એપાર્ટમેન્‍ટ પાસેથી એક શખ્‍સને સટ્ટો રમતાં પકડી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસે રવિ હરેશભાઇ મહેતા (ઉ.વ.34) ને મોબાઇલ ફોનમાં ઓનલાઇન આઇડી પર રાજસ્‍થાન રોયલ અને ગુજરાત ટાયટન્‍સની ટીમના મેચ પર સટ્ટો રમતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે રૂપિયા 10,000 કિંમતનો ફોન કબ્‍જે લઇ તેણે સટ્ટો રમવા આઇડી કોની પાસેથી લીધી? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આર્થિક ભીંસથી કંટાળી જીવાદોરી ટૂંકાવી
રાજકોટ મોરબી રોડ પર આવેલ મફતીયાપરામાં રહેતા દિપક દિનેશભાઇ પરમાર (ઉ.વ.22) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક દીપક મજુરી કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસથી કંટાળી તેણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે આ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ પાછળ એવરેસ્‍ટ પાર્કમાં ભાડેથી રહેતાં અમિત ધનસુખભાઇ મારડીયા (ઉ.વ.33) એ ગત સાંજે આઠેક વાગ્‍યે સૌરાષ્ટ્ર હાઇસ્‍કૂલ રોડ પર ટ્‍વિન ટાવર નજીક ફિનાઇલ પી લેતાં તેના મિત્રને જાણ થતાં સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્યો હતો જે બાદ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર અમિત બે ભાઇમાં નાના અને અપરિણિત છે.

પચ્‍ચીસ લાખ સામે લાખો રૂપિયા ચૂકવ્યા
અમિતે જણાવ્‍યું હતું કે પોતે મુળ જુનાગઢનો વતની છે અને ત્‍યાં શ્રીજી કન્‍ટ્રક્‍શન નામે બાંધકામનો મોટો વ્‍યવસાય કરતો હતો. અગાઉ બાંધકામની સાઇટો ચાલતી હોઇ તે બાંધકામ તૈયાર થઇ ગયા ત્‍યાં લોકડાઉન આવી જતાં તૈયાર બાંધકામનું વેંચાણ ન થઇ શકતાં છ સાત લોકો પાસેથી વ્‍યાજે લીધેલા નાણા ચુકવી શકાયા નહોતાં. આમ છતાં પચ્‍ચીસ લાખ સામે લાખો રૂપિયા ગમે તેમ કહીને ચુકવ્‍યા હતાં. પરંતુ હજુ વધુને વધુ વ્‍યાજ આ લોકો માંગીને હેરાન કરતાં હોઇ હું મારા માતાને લઇ જુનાગઢ છોડી રાજકોટ રહેવા આવી ગયો હતો. હવે મારી મિલ્‍કતો જુનાગઢમાં છે તેના પર વ્‍યાજના બદલામાં કબ્‍જો જમાવવાનું ચાલુ થઇ જતાં અને હજુ પણ વ્‍યાજ માટે ધમકીઓ મળતી હોઇ કંટાળીને મેં ફિનાઇલ પી આપઘાત પ્રયાસ કર્યાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું હતું.

બકરા ચરાવતા ખેડૂતને વાહન ચાલકે ઠોકરે લેતા મોત
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં ગોકુલ ચોક પાસે રહેતા ખેંગારભાઇ રાતડીયા ગઇકાલે ગામમાં રહેતા અરજણભાઇ ટોળીયા સાથે બકરા ચરાવવા માટે હતા ત્‍યારે અરડોઇ રોડ પર આવેલા કોલેજ પાસે ખેંગારભાઇ બકરાની પાછળ ચાલીને આવતા હતા ત્‍યારે કોઇ અજાણ્‍યા વાહનના ચાલકે ઉલાળતા ખેંગારભાઇ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ જાણ થતા કોટડાસાંગાણી પોલીસ મથકના પી.એસ.આઇ. વી. પી. કનારા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ખેંગારભાઇ બકરા ચરાવવાનું કામ કરતા હતા તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. આ અંગે પોલીસે અજાણ્‍યા વાહન ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

હાથમાં જાતે જ છરીથી ઇજા પહોંચાડી
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સરિતાવિહાર શેરી નંબર 21 માં રહેતાં અને કોલેજમાં અભ્‍યાસ કરતાં આર્ય ગાંગુલી (ઉ.વ.20) નામના યુવાને મોડી રાતે પોતાના હાથમાં જાતે જ છરીથી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના હેડકોન્‍સ્ટેબલ વાલજીભાઇ નિનામાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. યુનિવર્સીટી પોલીસની તપાસમાં યુવાન ને ગુસ્‍સો ચડતાં પોતે જાતે જ આમ કર્યાનું જણાવાયું હતું. જો કે પ્રાથમિક સારવાર બાદ રાતે જ રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...