તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:રંગોલીપાર્ક પાછળ જાહેરમાં દારૂ વેચતો શખ્સ 240 બોટલ સાથે ઝડપાયો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરની ભાગોળે રંગોલીપાર્કની પાછળ ખરાબામાં જાહેરમાં દારૂ વેચી રહેલા શખ્સને પોલીસે 240 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. 150 ફૂટ રિંગ રોડ પર રંગોલીપાર્કની પાછળ સરકારી ખરાબામાં એક શખ્સ જેના હાથમાં સફેદ પાટો બાંધેલો છે અને તેણે ટોપી પહેરેલી છે તેવી માહિતી મળતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી.ધોળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે નિયત વર્ણનવાળો શખ્સ મળી આવ્યો હતો અને તે જ્યાં ઊભો હતો ત્યાંથી પોલીસને રૂ.1.20 લાખની કિંમતનો 240 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી સ્થળ પર હાજર રહેલા આમ્રપાલી ફાટક પાસેના અમરજીતનગરમાં રહેતા અનુપમ ઉર્ફે અનિલ ઇલ્ચટ હાલોરી (ઉ.વ.54)ને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો કોણ આપી ગયો હતો અન્ય કોઇની સંડોવણી છે કે કેમ સહિતની હકીકત જાણવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી. પુનિતનગર પાણીના ટાંકા પાસે ખુલ્લા પટમાં જુગાર રમાઇ રહ્યાની હકીકત મળતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે મુન્ના વેરશી સોલંકી, લખમણ સાડમિયા, દામો શિવા વાજેલિયા, આકાશ જકશી પરમાર અને બાબુ ભૂપત સોલંકીને રૂ.31200ની રોકડ સાથે ઝડપી લીધા હતા. ટોળું વળીને જુગાર રમતાં હોય સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગનો ગુનો પણ અલગથી નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો