તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Man Has Been Throwing Acid In A Tree On Sant Kabir Road In Rajkot For The Last Three Days, A Complaint Has Been Lodged With The Garden Branch.

વિકૃત માણસની વિકૃત હરકત:રાજકોટના સંત કબીર રોડ પરના વૃક્ષમાં એક વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસથી એસિડ નાખે છે, ગાર્ડન શાખાએ પોલીસ ફરિયાદ કરવામાં આવી

રાજકોટ3 મહિનો પહેલા
એસિડ નાખતા શખ્સની તસવીર અને એસિડને કારણે વૃક્ષને પહોંચેલું નુકસાન
  • એકબાજુ લોકો ઓક્સિજન માટે મરી રહ્યા છે ત્યાં વેપારી એસિડ નાખી વૃક્ષોનું નિકંદન કાઢતો જોવા મળ્યો હતો

રાજકોટના સંત કબીર રોડ પર એક વિકૃત શખ્સ વિકૃત હરકત કરતા સીસીટીવીમાં ઝડપાયો છે. આ શખ્સ છેલ્લા 3 દિવસથી વૃક્ષમાં પાણીની જગ્યાએ એસિડ નાખે છે. તેવું સીસીટીવીમાં જોઈ શકાય છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગાર્ડન શાખાએ પોલીસ વિભાગમાં આ મામલે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઇમિટેશન વેપારી નાખે છે એસિડ
એકબાજુ હાલમાં લોકો ઓક્સિજન માટે તડપી રહ્યા છે. ત્યાં બીજી બાજુ વિકૃત માણસની આ હરકતથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સંત કબીર રોડ પરના ઇમિટેશન વેપારી એસિડ નાખી વૃક્ષોને હાનિ પહોંચાડે છે. વૃક્ષોને આ રીતે નુકસાન પહોંચાડવાથી કુદરતનું સંતુલન ખોરવાય છે. જેથી ગાર્ડન શાખાએ પોલીસ ફરિયાદ નોંધાવી આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...