શંકાસ્પદ:એરપોર્ટ પરથી દોઢ કિલો સોના સાથે પંજાબનો શખ્સ ઝડપાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઈટીએ પૂછપરછનું નાટક કરીને શંકાસ્પદ રીતે મુદત આપી

શુક્વારે સાંજે રાજકોટ એરપોર્ટ પરથી એક શખ્સ દોઢ કિલો સોના સાથે ઝડપાયો હતો. દિલ્હી ઈન્કમટેકસની બાતમીના આધારે રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટિગેશન વિંગે આ ઓપરેશન પાર પાડયું હતુ અને પૂછપરછનું નાટક કરીને કરચોરી કરવા માટેની મુદત આપી હતી. જે વ્યકિત ઝડપાયો છે તે પંજાબના અમૃતસરમાં રહેતા હોવાનું ખુલ્યું છે અને તે દિલ્હીથી રાજકોટ સોનું લઈને આવ્યા હતા. તે એરપોર્ટની બહાર નીકળે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો છે. બિલ અને ખુલાસો આપવા માટે વેપારીને મુદત આપવામાં આવતા તપાસનીશ અધિકારી ખુદ શંકાના દાયરમાં આવ્યા છે.

પંજાબના આ વેપારીને ઈન્કમટેકસ ઓફિસે લઈ જવાયો હતો. જ્યાં તેની મોડે સુધી પુછપરછ ચાલુ રહી હતી. અને આ સોનું કયાંથી ખરીદ કર્યુ, કોને દેવા જવાનું હતુ તે અંગે પુછપરછ કરી હતી પરંતુ રાજકોટ ઇન્કમટેકસ વિભાગ આમાંથી કોઈ માહીતી જાણી ન્હોતું શકયુ.

આ પ્રકરણમાં તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે ઈન્કમટેકસના એડિશ્નલ ડાયરેકટર વસંત રાજપુતે તેને બિલ આપવા અને સોના અંગે ખુલાસો આપવા માટે મુદત આપી હતી. જેને કારણે કરદાતાઓ આ બાબતને શંકાની નજરે જોઇ રહ્યા છે. સોનું કાયદેસર સાબિત નહિ થાય તો તે જપ્ત કરવામાં આવશે અને વેપારી પાસેથી ટેકસ વસુલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...