તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોરબીથી દારૂની 107 બોટલ લઇ રાજકોટ આવતો શખ્સ પકડાયો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના બે સ્થળેથી દોઢ લાખનો વિદેશી દારૂ પકડાયો
  • અંજનીપાર્કમાંથી 96 હજારનો દારૂ મળ્યો, બૂટલેગર ફરાર

શહેરમાં દારૂની રેલમછેલ કરવા સક્રિય થયેલા બૂટલેગરો સામે પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં વધુ બે સ્થળે દરોડા પાડી દોઢ લાખની કિંમતના વિદેશી દારૂની 347 બોટલ સાથે એકને પકડી પાડ્યો છે. જ્યારે એક બૂટલેગર પોલીસના દરોડા પૂર્વે નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

લાખાજીરાજ ઉદ્યોગનગર-2માં એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે આવ્યો હોવાની થોરાળા પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એ.એલ.બારસિયા સહિતનો સ્ટાફ બુધવારે વહેલી સવારે ઉદ્યોગનગર-2માં દોડી ગયો હતો. જ્યાથી માહિતી મુજબના શખ્સને પકડી પાડ્યો હતો. તેની પાસે રહેલા સામાનની તલાશી લેતા તેની પાસેથી રૂ.53,500ના કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 107 બોટલ મળી આવી હતી. જેથી તે શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા તે કોઠારિયા રોડ, જયનગર-1માં રહેતો વિજય ઉર્ફે ઘોઘો મધુ બારૈયા હોવાનું જણાવ્યું હતું અને તે વિદેશી દારૂનો જથ્થો આજે સવારે જ મોરબીથી લઇ રાજકોટ આવ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે વિજય ઉર્ફે ઘોઘાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. પોલીસે આરોપી વિજય ઉર્ફે ઘોઘાને સાથે રાખી વિદેશી દારૂ સપ્લાય કરનારને પકડવા મોરબી તપાસમાં લઇ જવાયો છે.

જ્યારે અન્ય એક બનાવમાં બુટલેગરના ઘરમાં દરોડો પાડી દારૂ ઝડપી લીધો છે. રૈયા રોડ, અંજનીપાર્ક સોસાયટીમાં રહેતા દેવરાજ ધારા કરમટા નામના બૂટલેગરે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની ગાંધીગ્રામ પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ગત રાતે દરોડો પાડ્યો હતો. જોકે દરોડાની જાણ થઇ જતા પોલીસ પહોંચે તે પહેલા જ બૂટલેગર દેવરાજ કરમટા ત્યાંથી નાસી ગયો હતો. જેથી પોલીસે દેવરાજ કરમટાના મકાનમાં તલાશી લેતા ઘરમાંથી રૂ.96 હજારના કિંમતની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ કબજે કરી નાસી ગયેલા દેવરાજ કરમટાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...