તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રેમીપંખીડાઓનું પર્વ વેલેન્ટાઇન વીક અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાં લાલબતી સમાન બે ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામના કુંવારા યુવાન અને પરણેલી યુવતીએ પડધરીના નાની અમરેલી ગામની સીમમાં બાવળના ઝાડમાં લટકીની જીવન ટૂંકાવ્યું છે. તો બીજી ઘટનામાં રાજકોટ મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં સગીર-સગીરાએ બેડીના પુલ પરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં બંને ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.
યુવતીના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતા
મળતી માહિતી અનુસાર પડધરીના નાની અમરેલી ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસ પાસે ખુલ્લા પટમાં બાવળના ઝાડમાં એક યુવક અને યુવતીની લાશ ચૂંદડીના ફાંસામાં લટકતી હોવાની જાણ થતાં પડધરી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન યુવાન નજીકમાં જ આવેલા તબેલાની દેખરેખનું કામ સંભાળતો અને રાજકોટ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે ભારતીનગરમાં રહેતો જયદિપભાઇ દેવાયતભાઇ ડાંગર (ઉં.વ.25) હોવાનું ખુલ્યું હતું. જ્યારે યુવતીની ઓળખ ભારતીનગર-1માં રહેતી કાજલબેન રણછોડભાઇ સોહલા (ઉં.વ.21) હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં જયદિપ કુંવારો હતો, જ્યારે કાજલબેનના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. આમ પ્રેમસંબંધમાં બંનેએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું હતું.
સગીર પ્રેમી પ્રંખીડા સારવાર હેઠળ
બીજી ઘટનાની વિગત અનુસાર બી-ડિવીઝન પોલીસ મથકની વેન બેડીના જામનગર બાયપાસવાળા પુલ નીચેના અવાવરૂ જેવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી ત્યારે એક છોકરો-છોકરી ઘાયલ દેખાતાં તપાસ કરતાં છોકરી થોડી ભાનમાં જણાઇ હતી. જ્યારે છોકરો ગંભીર ઇજા થવાથી બેભાન થઇ ગયો હતો. જેથી 108ને જાણ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. ભાનમાં રહેલી છોકરીએ પોતાનું અને છોકરાનું નામ-એડ્રેસ પણ જણાવ્યા હતાં. બંનેએ પુલ પરથી છલાંગ લગાવ્યાનું ખુલતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે સગીર અને સગીરા બંને એક જ જ્ઞાતિના છે અને બંને વચ્ચે પ્રેમ હોઇ લગ્ન કરવા ઇચ્છતા હતાં. પરંતુ હાલમાં ઉંમર નાની હોઇ પરિવારજનોએ થોડા વર્ષ રાહ જોવાનું કહેતાં બંનેને માઠું લાગ્યું હતું અને રાતે ઘરેથી બાઇક પર નીકળી ગયા હતાં અને બેડીના પુલ પરથી પડતુ મુકી દીધું હતું. હાલ બંને સારવાર હેઠળ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.