ગત નાણાકીય વર્ષમાં થયેલા એસેસમેન્ટમાં જેને યોગ્ય જવાબ નથી આપ્યો તેવા કરદાતાઓના જૂના હિસાબો ખોલવામાં આવ્યા છે અને તેની પાસેથી ખુલાસો માગવવામાં આવ્યો છે. વ્યવહારો શંકાસ્પદ હોય છતાં પૂરતો ટેક્સ નહિ ભરનારા અને એસેસમેન્ટમાં યોગ્ય જવાબ નહિ આપનારની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અને આ બધાને નોટિસ પાઠવીને તેનો ખુલાસો પૂછવામાં આવશે. આવા કેસોની સ્ક્રૂટિની થશે. જો ટેક્સચોરી માલૂમ પડશે તો ટેક્સ અને પેનલ્ટી બન્નેની વસૂલાત કરવામાં આવશે.
આઈટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના કરદાતાઓના વ્યવહારો શેરબજાર અને જમીન - મિલકતમાં રોકાણ થયું હોવાનું ખુલ્યું છે. જેને કારણે જ્યારે જીએસટી વિભાગે બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે ખાસ ચેકિંગ અને તપાસ શરૂ કરી છે. ગત નાણાકીય વર્ષમાં મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ કૌભાંડ ખુલ્યા છે. ત્યાર બાદ જીએસટી વિભાગ સતર્ક બની ગયું છે અને તેઓ નવો નંબર મેળવનારા પાસેથી વ્યવસાયિક સ્થળ ઉપરાંત રહેણાકના પણ આધાર પુરાવા માગી રહ્યા છે.
શંકાસ્પદ જણાતા હોય તેવા કરદાતાઓનું એનાલિસિસ કરવા માટે બોર્ડ તરફથી આદેશ મળતા જ સ્થાનિક અધિકારીઓ કામગીરીમાં લાગી ગયા છે. રોકડમાં વ્યવહાર કરનાર અને જમીન મિલકત તેમજ શેરબજારમાં રોકાણ કરનારા કરદાતાઓનું એનાલિસિસ કરવામાં આવશે અને શંકાસ્પદ જણાતા હોય તેવા કરદાતાઓની અલગથી યાદી તૈયાર કરાશે. જોકે કેટલાય કરદાતાઓને આ અંગેની નોટિસ આપી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.