તાજેતરમાં ભાવનગર બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયા બાદ એસજીએસટી વિભાગે કરચોરો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. ગત સપ્તાહે જ સમગ્ર રાજ્યમાં પેટ્રોલપંપના સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પણ કરોડો રૂપિયાની ટેકસચોરી બહાર આવી છે.
આ બાદ સ્થાનિક લેવલે પણ હવે કરચોરો સામે કડક હાથે કાર્યવાહી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઘણા વખતથી જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરનારની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમણે રિટર્ન ફાઇલ નથી કર્યું તેવા લોકોને નોટિસ પાઠવીને સમયસર રિટર્ન ફાઈલ કરવા માટે તાકીદ કરી છે. જો રિટર્ન સમયસર ફાઇલ નહીં કરવામાં આવે તો તેના નંબર રદ કરવામાં આવશે.
આ અંગે જીએસટી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કોરોના બાદ રિટર્ન ફાઈલ નહીં કરનારાની સંખ્યા પહેલા કરતા વધી છે. આ અંગેનું કારણ માલિકે પોતાનો વ્યવસાય બદલાવી નાખ્યો હોય અથવા તો રિટર્ન ભરવા માટે તેઓ સક્ષમ ના રહ્યા હોય. સામાન્ય રીતે આ બે કારણો વધુ સામે આવે છે. આવા વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. વધુમાં જીએસટીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ એ સિવાય ખોટી રીતે આઈટીસી મેળવનાર અને ટેક્સચોરી કરનારની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેની સામે કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.