ગ્રાન્ડ WELCOME:43 ડિગ્રી તાપમાં મોરેશિયસના PMનો રોડ શો, રાજકોટીયન્સે સ્વાગતમાં કસર ન છોડી, ફૂલોના વરસાદથી વડાપ્રધાનની કાર ઢંકાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • એરપોર્ટમાં મોરેશિયસના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બન્યા છે. એરપોર્ટ પર તેઓને ગાર્ડ ઓફ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળતા અભિભૂત થયા હતા. બાદમાં એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક સંસ્થાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આકરો તાપ હોવા છતાં ઉમટી પડ્યા હતા. તેમજ નાસિક ઢોલના નાદથી રાજકોટ ગુંજ્યું હોવાનો અનુભવ થયો હતો. શહેરમાં આજે 43 ડિગ્રી તાપમાન હોવા છતાં આકરા તાપમાં માનવ મેદની ઉમટી હતી. રાજકોટીયન્સે પ્રવિંદ જુગનાથના સ્વાગતમાં કોઈ કસર છોડી નહોતી અને ફૂલોના વરસાદથી PMની કારને ઢાકી દીધી હતી.

હોટેલ રેજન્સી લગુનમાં જવા રવાના થયા
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મોરેશિયશના પ્રધાનમંત્રીનો સત્તાવાર રોડ શો 2 કિલોમીટરનો પરંતુ વાસ્તવિક રીતે જોવા જઇએ તો રાજકોટ એરપોર્ટ થી રિંગરોડ સુધી જ રોડ શો યોજવામાં આવ્યો હતો જેનું અંતર અંદાજિત એક કિલોમીટર થાય છે. એરપોર્ટ જવા તરફ રસ્તાના ચોક થી તેઓ સીધા હોટેલ રેજન્સી લગુન કાલાવડ રોડ જવા રવાના થયા હતા

પ્રવિંદ જુગનાથ આવકારવા ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગ્યા
પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ 25 પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચરથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

પોલીસના ચૂસત્ બંદોબસ્ત વચ્ચે રોડ-શો યોજાયો.
પોલીસના ચૂસત્ બંદોબસ્ત વચ્ચે રોડ-શો યોજાયો.
યુવતીઓનો તલવાર રાસ.
યુવતીઓનો તલવાર રાસ.

25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા
એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. કુલ 25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રવિંદ જુગનાથનું આગમન થતા એરપોર્ટ પર માનવ મેદની સ્વાગત માટે ઉમટી હતી.
પ્રવિંદ જુગનાથનું આગમન થતા એરપોર્ટ પર માનવ મેદની સ્વાગત માટે ઉમટી હતી.
મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત કરાયું.
મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત કરાયું.

શાળા કોલેજના છાત્રો દ્વારા સ્વાગત કરાયું
રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસિક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા-કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. રોડ શોના વિવિધ સ્પોટ પર આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાલા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભેર અભિવાદન કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ પર એક ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવતીએ પ્રવિંદ જુગનાથના હાથમાં રક્ષાકવચ બાંધ્યું હતું.
એરપોર્ટ પર એક ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવતીએ પ્રવિંદ જુગનાથના હાથમાં રક્ષાકવચ બાંધ્યું હતું.
રાજકોટ એરપોર્ટ પર તલવાર રાસ નિહાળી પ્રવિંદ જુગનાથ અભિભૂત થયા હતા.
રાજકોટ એરપોર્ટ પર તલવાર રાસ નિહાળી પ્રવિંદ જુગનાથ અભિભૂત થયા હતા.

બપોરે 1થી સાંજે 6 એરપોર્ટ રોડ પર આજે વાહનોને નો એન્ટ્રી
આ રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મોરેશિયસના વડાપ્રધાનના કાફલાની સુરક્ષાને ધ્યાને રાખી શહેરભરની પોલીસને તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આજે બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એરપોર્ટ, એરપોર્ટ રેલવે ફાટકથી રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જૂની એનસીસી ઓફિસ સુધીના રોડ પર સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો માટે નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.

રોડ શોમાં ગુજરાત મ્યુનિ, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન હાજર રહ્યા હતા.
રોડ શોમાં ગુજરાત મ્યુનિ, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન હાજર રહ્યા હતા.

લોકો આ રૂટ પરથી એરપોર્ટ જઇ શકશે
ટ્રાફિક શાખાના એસીપી મલ્હોત્રાના જણાવ્યા મુજબ, એરપોર્ટ પર આવતા-જતા મુસાફરો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. જે મુસાફરો રેસકોર્સ રિંગ રોડ તરફ જવા માગતા હોય તે લોકો એરપોર્ટ સર્કલથી ગીતગુર્જરી-3માંથી થઇ રૈયા રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ થઇને રેસકોર્સ રિંગ રોડ પર જઇ શકશે. જ્યારે એરપોર્ટ જવા માગતા લોકો રૈયા રોડ અન્ડરબ્રિજ થઇ હનુમાનમઢી ચોક અને ત્યાંથી એરપોર્ટ સર્કલ થઇને એરપોર્ટ પર પહોંચી શકાશે.

કોણ છે પ્રવિંદ જુગનાથ
મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.