રજુઆત:રાજકોટ NSUIના મોટી સંખ્યામાં કાર્યકરો DEO કચેરીમાં ઉમટી પડ્યા, કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવા માગ કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
NSUIના કાર્યકરોએ DEO કચેરીમાં ઉમટી પડી સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું. - Divya Bhaskar
NSUIના કાર્યકરોએ DEO કચેરીમાં ઉમટી પડી સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું.
  • શાળા દરમિયાન વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો ખર્ચ સરકાર આપે તેવી માગ કરી

હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવા તેમજ જો ચાલુ સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીઓને કોરોના થાય તેનો સારવારનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માગ રાજકોટ શહેર NSUI દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

હાલ સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે
રાજકોટ સહિત રાજ્યમાં વધતા જતા કોરોના કેસ અને ખાસ કરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો કોરોના સંક્રમિત થતા આજ રોજ રાજકોટ શહેર NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ NSUI દ્વારા આવેદન પાઠવી જણાવવામાં આવ્યું હતું કે, હાલ સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી જોવા મળી રહી છે અને ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સ્કૂલમાં ઓફલાઈન અભ્યાસ બંધ કરી ઓનલાઇન અભ્યાસ શરૂ કરવા માગ કરવામાં આવી છે.

NSUIના કાર્યકરોએ DEOને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી.
NSUIના કાર્યકરોએ DEOને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી.

રાજકોટમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે
રાજકોટ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેમાં પણ નોન વેક્સિનેટેડ બાળકો અને શિક્ષકો સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે બાળકો માટે વેક્સિન મંજૂરી ન મળે ત્યાં સુધી ધોરણ 1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઇન અભ્યાસ શરૂ કરવો જોઈએ. આ સાથે શાળા દરમિયાન વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેનો ખર્ચ સરકાર આપે તેવી અમારી મુખ્ય માગ છે.

અન્ય સમાચારો પણ છે...