તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Large Number Of People Were Spotted In The Garden Near The Police Commissioner's Office, Violating Masks And Social Distance.

નિયમોની ઐસી કી તૈસી:રાજકોટમાં લોકો બન્યા બેદરકાર,પોલિસ કમિશનર કચેરીની નજીક માસ્ક અને સો. ડિસ્ટન્સનો ભંગ કરી બગીચામાં મોટી સંખ્યામાં લોકો નજરે ચડ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતા લોકો થયા બેદરકાર
  • મનપાના કમિશનર દ્વારા છેલ્લા એક માસથી બાગ-બગીચાને બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ, છતાં જાહેરનામાનો ભંગ

રાજકોટ શહેરમાં હાલ મિની લોકડાઉન ચાલે છે ત્યારે બાગ-બગીચા બંધ છે. જો આ નિયમોનો કોઈ ભંગ કરે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ક્યાંક નિયમોની ઐસી કી તૈસી થઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પોલીસ કમિશનર કચેરીની નજીક બગીચામાં બેઠેલા શહેરીજનોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે ચડ્યા છે. હાલ શહેરમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતા લોકોની બેદરકારી સામે આવી છે.

લોકો ચહેરા પર માસ્ક લગાવવાનું ટાળી રહ્યા છે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં આંશિક રાહત જરૂર જ9વા મળી રહી છે. પરંતુ આંશિક રાહત થતા ની સાથે જ ફરી લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે. લોકો પોતાના બાળકોને લઇ બાગ બગીચામાં ફરવા નીકળી રહ્યા છે અને તેમાં પણ ચહેરા પર માસ્ક લગાવવાનું ટાળી રહ્યા છે.

લોકો જાહેરનામાનો ભંગ કરી રેસકોર્સ મેદાન ખાતે બેઠેલા નજરે ચડ્યા
આ પ્રતિબંધનો આરંભે શૂરાની જેમ શહેરમાં થોડા દિવસો અમલ કરવામાં આવ્યા બાદ આજે રાજકોટ રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ કમિશનર કચેરી આવેલ છે અને આ જ પોલીસ કમિશનર ઓફીસથી તદન નજીક ગેલેકસી બિલ્ડીંગ સામે રેસકોર્સ બગીચામાં લોકો પોતાના બાળકો લઇ ફરવા બહાર આવી રહ્યા છે અને તેમાં પણ ચહેરા પર માસ્ક લગાવવાનું ટાળી કોરોનાને આમંત્રણ આપતા હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળે છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરના રેસકોર્સ સહિત તમામ બાગ બગીચા અને ઝુ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે આમ છતાં પણ લોકો જાહેરનામાનો ભંગ કરી રેસકોર્સ મેદાન ખાતે બેઠેલા નજરે ચડ્યા હતા

અન્ય સમાચારો પણ છે...