તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ખોડલધામ આયોજિત વેક્સિનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત ઉપક્રમે તારીખ 31 માર્ચ થી 2 એપ્રિલ ત્રિ-દિવસીય કોવિડ-19 રસીકરણ મેગા કેમ્પનું રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના અલગ અલગ ઝોનમાં પાંચ સ્થળોએ યોજાયેલા આ રસીકરણ મેગા કેમ્પમાં સર્વે જ્ઞાતિના લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ રસીકરણ મેગા કેમ્પમાં 45 વર્ષથી મોટી ઉંમરના સર્વે જ્ઞાતિના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ખોડલધામ ટ્રસ્ટ-કાગડવના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન અને ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ તમામ રસીકરણ સ્થળે સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો