• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Large Number Of People From Kadia Samaj Gathered In Rajkot Before The 2022 Elections, A Meeting Was Held In The Place Of Mahant Narendra Solanki Of Apagiga

ચૂંટણી માટે ચક્રવ્યૂહની ચર્ચા:રાજકોટમાં 2022ની ચૂંટણી પહેલા આપાગીગાના મહંત નરેન્દ્ર સોલંકીનું સૂચક નિવેદન, સાધુ સમાજને પણ પ્રતિનિધિતવ મળવું જોઈએ

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટમાં કડિયા સમાજની મીટીંગ યોજાઇ
  • નરેન્દ્ર બાપુ આગામી વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર ટીકીટ માંગી શકે છે
  • ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વોટબેંકનું નવું સમીકરણ રચાશે ! તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે અને જીતવા માટે દરેક પક્ષે પોતપોતાનો કારસો ઘડી લીધો છે. આજે રાજકોટમાં કડિયા સમાજનીમીટીંગ યોજાઇ હતી.જ્યાં મહંત નરેન્દ્ર સોલંકીએ ચૂંટણી અંગઈ નિવેદન કરતા કહ્યું હતું કે, સાધુ સમાજને પણ પ્રતિનિધિતવ મળવું જોઈએ

કડિયા સમાજને પણ 5 ટીકીટ આપો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, OBC સમાજ સાથે 1947થી અન્યાય થતો આવ્યો છે. આ મુદ્દે અમે રજુઆત કરતા આવ્યા છીએ અમે હજુ પણ રજુઆત કરીશું.ગુજરાતમાં મતની દ્રષ્ટિએ 54 ટકા OBC સમાજની વસ્તી ધરાવે છે. એમાં સમાજના ભાગલા પાળી નાખવામાં આવે છે કેમ ગણતરી કરવામાં આવે છે. રાજસત્તા પર ધર્મસત્તા હોય પણ ધર્મસત્તાની કોઈ વાત સાંભળતું નથી.પાટીદાર મુખ્યમંત્રી માંગ્યા એમને પ્રતિનિધિત્વ મળ્યું અમે રાજી થયા છીએ પણ બાકીના સમાજને યોગ્ય રીતે પ્રતિનિધવ મળવું જોઈએ.સૌરાષ્ટ્રની અંદર કડિયા સમાજને પણ 5 ટીકીટ આપો તેવી અમે રજુઆત કરીશું

રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે
જેમાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકીના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના લોકો ઉપસ્થિત થયા હતા. ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થતા ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વોટબેંકનું નવું સમીકરણ રચાશે ! તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

કડિયા સમાજમાં નરેન્દ્રબાપુ સોલંકીનું પ્રભુત્વ છે
કડિયા સમાજમાં નરેન્દ્રબાપુ સોલંકીનું પ્રભુત્વ છે

ચૂંટણી માટે ચક્રવ્યૂહની ચર્ચા કરી
રાજકોટમાં આજે શ્યામ વાડી ખાતે ભક્તિનગર સર્કલ પાસે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં નરેન્દ્રબાપુ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે અને વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર તેઓ ટિકિટ માંગી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણ કે કડિયા સમાજમાં તેમનું પ્રભુત્વ છે અને તેના માધ્યમથી તેઓ ચૂંટણી માટે ચક્રવ્યૂહની ચર્ચા કરી શકે સીજે.

મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના લોકો ઉપસ્થિત થયા
મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના લોકો ઉપસ્થિત થયા

જ્ઞાતિ આધારિત વોટબેંક બનાવવાનું આયોજન
ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વોટબેંક બનાવવાનું આયોજન ચૂંટણી સમયે થતું જ હોય છે ત્યારે આ વખતે 2022 ની ચૂંટણીમાં કયા પક્ષની પાર્ટીમાં કઈ જ્ઞાતિનું સૌથી મોટું સમર્થન મળશે એ જોવાનું રહ્યું.