તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:3 દિવસમાં સોનામાં બે હજારનો તોતિંગ વધારો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊંચો ભાવ છતાં લગ્નની ખરીદી ચાલુ

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં વધઘટ ચાલી રહી છે. ત્રણ દિવસમાં 24 કેરેટના સોનાના ભાવમાં રૂ. 2 હજારનો વધારો થયો છે. ભાવ વધારે હોવા છતાં રાજકોટમાં લગ્નની ખરીદી ચાલુ છે. રાજકોટ ગોલ્ડ ડિલર્સ વેપારી એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાના જણાવ્યાનુસાર બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 49 હજાર હતો અને ગુરૂવારે સોનાના ભાવ રૂ. 50 હજાર થયો અને શુક્રવારે 51 હજારની સપાટી કુદાવી હતી. જ્યારે 22 કેરેટનો ભાવ રૂ. 49,750 થયો હતો. હાલ લગ્નની સિઝન ચાલુ હોવાથી લોકો નવું સોનું જ ખરીદી કરવાનો આગ્રહ રાખે છે તેથી રી- સાઇકલિંગ સોનાનો રેશિયો 40 ટકા રહ્યો છે.

વધુમાં તેના જણાવ્યા મુજબ હાલ લગ્નની સિઝન હોય સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. આ ખરીદી ફેબ્રુઆરી મહિના સુધી રહેશે. એક તબક્કે યુધ્ધના ભણકારા અને અમેરિકાની ચૂંટણીને કારણે સોનાનો ભાવ રૂ. 60 હજાર થયો હતો. હાલ ભાવમાં વધઘટ જોવા મળી રહી છે તે કોરોનાની વેક્સિન અને એમ.સી.એક્સના સટ્ટાને કારણે જોવા મળી રહી છે. કોરોના પછી દિવાળીમાં વેપાર સારો નીકળ્યો છે અને હવે અત્યારે લગ્નની ખરીદી ચાલુ છે. જેથી સોની બજારમાં રોનક જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો