• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Huge Fire Broke Out In Shiv Plastic In Pal Village Of Rajkot, Crores Of Goods Were Burnt And The Fire Was Brought Under Control In 5 Hours.

દુર્ઘટના:રાજકોટના પાળ ગામ ગામે શિવ પ્લાસ્ટિકમાં ભીષણ આગ, કરોડોનો માલ બળીને ખાખ, 5 કલાકે આગ કાબુમાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આગમાં કોઇ જાનહાનિ થઈ નથી. - Divya Bhaskar
આગમાં કોઇ જાનહાનિ થઈ નથી.
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું, સદનસીબે કોઇ જાનહાની નહીં
  • 1.5 કરોડથી વધુનો માલ-સામાન બળી ગયાનો કારખાનાના માલિકનો દાવો

રાજકોટના પાળ ગામ ગામે શિવ પ્લાસ્ટિકના કારખાનામાં રાત્રિના સમયે ભીષણ આગ લાગી હતી. જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ભીષણ આગમાં કરોડોનો માલ બળીને ખાખ થયાની સામે આવ્યું છે. જ્યાં ફાયરબ્રિગેડની 4-5 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું
મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું

PGVCL દ્વારા વીજ પુરવઠો બંધ
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ હરીપર પાળ ગામ ખાતે શિવ પ્લાસ્ટિક નામના કારખાનામાં લાગી ભીષણ આગ લાગી હતી. જેમાં 65 ટન પ્‍લાસ્‍ટીકનો કાચો માલ તથા શેડ બળીને ખાખ થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગ્યાની જાણ થતા PGVCL દ્વારા પણ વીજ પુરવઠો થોડા સમય માટે બંધ કરી આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગને મદદ કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

1.5 કરોડથી વધુનો માલ-સામાન બળી ગયો છે
આ અંગે શિવ પ્લાસ્ટિકના માલિક વિપુલભાઈએ જણાવ્યું હતું કે, મશીનરીમાં થયેલા શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. આ યુનિટ આખો પેટ્રોલિયમ યુનિટ છે. એટલે આગ ધીમે-ધીમે બધે જ ફેલાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસના યુનિટોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી હતી પણ ફાયરબ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ 1.5 કરોડથી વધુનો માલ-સામાન બળી ગયો છે.

શિવ પ્લાસ્ટિકના માલિક વિપુલભાઈ
શિવ પ્લાસ્ટિકના માલિક વિપુલભાઈ

દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઈ નથી
આ અંગે મવડી ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, અમને રાત્રીના 10:30એ કારખાના માંથી કોલ આવ્યો હતો. અને અમે 3 ગાડી સાથે અહીંયા પહોંચી ગયા હતા. અંદાજે ચારથી પાંચ કલાકના સમય સુધી સતત આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઈ નથી.

મવડી ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ યોગેશ જાની
મવડી ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ યોગેશ જાની