તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રાજકોટમાં એક એવું હોમ આઇસોલેશન સેન્ટર કે જ્યાં દર્દીઓ રોજ આરતી, સત્સંગ કરી સ્વસ્થ થયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઢેબર રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં 200 બેડનો નિ:શુલ્ક આઇસોલેશનનો સેવાયજ્ઞ

ભાસ્કર ન્યૂઝ|કોરોના મહામારીની બીજી લહેરમાં પરિસ્થિતિ કપરી બની જતા સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી જતા 18થી 20 કલાકે દર્દીઓને સારવાર માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું. દરમિયાન આ સ્થિતિ વચ્ચે સાથી હાથ બઢાનાના સૂત્ર સાથે શહેરની ધાર્મિક, સામાજિક સંસ્થાઓએ નિ:શુલ્ક દર્દીઓને સેવા કરવાની પહેલ કરી સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. જેથી સિવિલમાં દર્દીઓને સારવાર માટે વધુ રાહ જોવી પડતી તેનો અંત આવ્યો છે. આવો જ એક સેવાયજ્ઞ ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળે ચાલુ કર્યો છે.

છેલ્લા 20 દિવસથી 200 બેડનું નિ:શુલ્ક આઇસોલેશન સેન્ટર શરૂ કર્યુ છે. ગુરુકુળના મહંત દેવકૃષ્ણદાસ સ્વામીએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિમાં દોડા દોડી કરવા છતાં દર્દીઓને બેડ મળવા મુશ્કેલ બની ગયા હતા. જેને પગલે અમે 20 દિવસ પહેલા ગુરુકુળમાં 200 બેડની વ્યવસ્થા કરી છે. જેમાં હોમ આઇસોલેશનની તકલીફ હોય તેવા દર્દીઓને અહીં ઘરની જેમ દેખરેખ, સારવાર આપી રહ્યાં છીએ. તેમને 18 પેરામેડિકલ સ્ટાફ દ્વારા બ્લડપ્રેશર, ઓક્સિજન સહિતની સમયાંતરે તપાસ કરાઇ છે. તેમજ યોગ, ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કસરત કરાવાઇ છે.

આ ઉપરાંત 30થી વધુ અનુયાયીએ દર્દીઓ માટે તેમજ તેમની સાથે આવેલી એક વ્યક્તિને સવાર, સાંજ જમવાનું, સવારે બપોરે નાસ્તા સહિતની વ્યવસ્થા પૂરી પાડે છે. દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે દરેક રૂમમાં સ્પીકર લગાડી આરતી, સત્સંગ થાય છે. તેમજ દર્દીઓના રૂમમાં આધ્યાત્મિક પુસ્તકો રાખ્યા છે. જેથી દર્દીઓ તેનું પઠન કરી શકે. હાલ 125 દર્દી સારવારમાં છે. હોમ આઇસોલેશનની વ્યવસ્થા ન થાય તેવા દર્દીઓએ નિ:સંકોચે અહીં નિ:શુલ્ક સારવાર લેવા અનુરોધ દેવકૃષ્ણદાસ સ્વામીએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...