તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મારા પપ્પાને જોવા દો’:રાજકોટમાં કઠણ હૃદયના માનવીનું હૈયું હચમચાવી દેતાં દૃશ્યો, કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતાં દીકરીના હૈયાફાટ રુદન સાથે ધમપછાડા

રાજકોટ6 દિવસ પહેલા
પિતાનું અંતિમ મોઢુ જોવા દીકરીનો વલોપાત
  • સિવિલમાં રોકકળનાં દૃશ્યો, એક કલાકે એક પરિવાર પોતાનું સ્વજન ગુમાવે છે
  • 200 મીટર દૂરથી આવા અનેક પરિવાર સ્વજનના મૃતદેહની રાહ જોતા નજરે પડે છે

કોરોનાના પહેલા અને બીજા તબક્કા કરતાં ત્રીજા તબક્કાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધાં છે. લોકોના મનમાં હાલ કોરોનાનો એક જ ભય સતાવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં કઠણ હૃદયના માનવીનું પણ હૈયું હચમચાવી દે એવી કરુણ ઘટના બની છે. કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતાં જ દીકરી હૈયાફાટ રુદન સાથે પિતાને મળવા ધમપછાડા કરે છે, પરંતુ સિવિલનો સ્ટાફ તેને પકડી રાખે છે, ત્યારે દીકરી બોલે છે કે મને એકવાર મારા પિતાને જોવા દો.

દીકરીના રુદનથી સૌકોઇની આંખ ભીંજાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલનો આ વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં એક તરફ સ્ટ્રેચર પર પિતાના મૃતદેહ પડ્યો છે અને બીજી તરફ મહિલાઓ રોકકળ કરી રહી છે, પરંતુ આ ઘટનામાં સૌથી વધુ કરુણા એ જોવા મળી કે મૃતક પિતાની દીકરીએ હૈયાફાટ રુદન કર્યું અને સૌકોઇની આંખ ભીંજવી દીધી હતી. દીકરી પિતાના મળવા માટે વલખાં મારે છે, પરંતુ કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે સ્ટાફ તેને પકડી રાખે છે છતાં દીકરી સ્ટ્રેચર સુધી પહોંચી જાય છે અને સ્ટાફ તેને ફરી દૂર લઈ જાય છે.

થોડીવાર મને મારા પપ્પાને જોવા દો-દીકરીનો વલોપાત
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો. મૃતદેહ આવતાં જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી હતી. મૃતકની દીકરી સ્ટ્રેચર સુધી જતી હતી, પણ સ્ટાફે સંક્રમણ ન ફેલાય એ માટે તેને દૂર લઈ ગયા તો રડતાં રડતાં કહેવા લાગી ‘હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો.’ આ સ્થળથી 200 મીટર દૂર આવા અનેક પરિવાર રાહ જોઇ રહ્યા હતા.

દીકરીએ પપ્પાનું મોઢું જોવા જીદ કરતાં સગાંએ પકડી રાખી.
દીકરીએ પપ્પાનું મોઢું જોવા જીદ કરતાં સગાંએ પકડી રાખી.

સિવિલની લોબીમાં કોરોનાના ત્રણ દર્દીનાં મોત-સૂત્રો
રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર સ્થિતિ સામે આવી છે. હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, ગઇકાલે બેડના અભાવને કારણે કોરોનાના ત્રણ દર્દીનાં લોબીમાં જ મોત થયાં હતાં. ઓક્સિજન પણ દર્દીઓને આપવામાં તંત્ર ઊણું ઊતર્યું છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓને વોર્ડમાં એસી બંધ હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પકડી રાખવા છતાં દીકરીએ ધમપછાડા કર્યા.
પકડી રાખવા છતાં દીકરીએ ધમપછાડા કર્યા.

રાજકોટમાં દર કલાકે એક દર્દીનું મોત
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી છે કે દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. આજે પણ છેલ્લા 24 કલાકમાં 31 કોરોનાના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ગઇકાલે 24નાં મોત નીપજ્યાં હતાં, પરંતુ સરકારી ચોપડે 5નાં જ મોત દર્શાવવામાં આવ્યાં હતાં. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો કબજો મેળવ્યા પછી પણ સ્વજનોએ સ્મશાન સુધી જવા માટે 3થી 4 કલાકની રાહ જોવી પડી રહી છે.

મૃતદેહ આવતાં જ મહિલાઓ રોકકળ કરવા લાગી.
મૃતદેહ આવતાં જ મહિલાઓ રોકકળ કરવા લાગી.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોકોનાં ટપોટપ મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઇ ને કોઇ રીતે વિવાદોના ઘેરામાં સપડાયા કરે છે. આજે ફરી એક વખત મૃતદેહને લઇ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં ટપોટપ થતાં મૃત્યુને લઇ સ્મશાનમા જગ્યા ન હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે દર્દીના સંબંધીને જણાવ્યું હતું. મૃત્યુ થયાના 3થી 4 કલાક બાદ મૃતદેહ લેવા આવવા તંત્ર દ્વારા દર્દીના સંબંધીઓને કહેવામાં આવી રહ્યું છે. એમાં મૃતદેહ મેળવી અંતિમસંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે એવા વાઇરલ થયેલા વીડિયો પરથી પણ સ્પષ્ટ થયું છે.

સિવિલમાં દીકરીના રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું.
સિવિલમાં દીકરીના રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું.

રાજકોટમાં 14 દિવસમાં 176 લોકોનાં મોત
કોરોનાની સ્થિતિ ગંભીર થતાં કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અગાઉ જે મૃત્યુઆંક સિંગલ ડિજિટ પર હતો, એ આજે સતત છેલ્લા 8 દિવસથી ડબલ ડિજિટમાં આવી રહ્યો છે. છેલ્લા 14 દિવસમાં કોરોનાથી કુલ 176 દર્દીનાં મૃત્યુ થયાનો સરકાર તરફથી આંક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હાલ કોરોના પિક પોઇન્ટ પર માનવામાં આવી રહ્યો છે, જેમાં ચાલુ માસ દરમિયાન 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 31 દર્દીનાં મૃત્યુ થયાં છે, જે મોત અંગે આખરી નિણર્ય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

કંઈ તારીખે કેટલાં મોત

તારીખમૃત્યુઆંક
26 માર્ચ8
27 માર્ચ6
28 માર્ચ4
29 માર્ચ6
30માર્ચ3
31 માર્ચ9
1 એપ્રિલ11
2 એપ્રિલ12
3 એપ્રિલ13
4 એપ્રિલ14
5 એપ્રિલ16
6 એપ્રિલ19
7 એપ્રિલ24
8 એપ્રિલ31
કુલ176
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો