જસદણ યાર્ડની ચૂંટણીથી જૂથવાદ:પ્રદેશ ભાજપના અરવિંદ તોગડિયાના ચેરમેનના મેન્ડેટથી એક જૂથ નારાજ, જિલ્લા ભાજપે પ્રદેશમાં રિપોર્ટ કર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઈકાલે જસદણ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં અરવિંદ તોગડિયા ચેરમેન બન્યા. - Divya Bhaskar
ગઈકાલે જસદણ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં અરવિંદ તોગડિયા ચેરમેન બન્યા.

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીથી નવો જૂથવાદ સામે આવ્યો છે. પ્રદેશ ભાજપના અરવિંદ તોગડિયાના ચેરમેનના મેન્ડેટથી ભાજપનું એક જૂથ નારાજ થયું હતું. આથી ભાજપના બે જૂથ વચ્ચે જૂથવાદ ભડક્યો છે. જેનો રિપોર્ટ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાં કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના રાજકારણમાં જસદણમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે આંતરિક કચવાટ શમ્યો નથી ત્યાં યાર્ડની ચૂંટણીને લઇને નવો જૂથવાદ સપાટી પર આવ્યો છે

અરવિંદ તોગડિયા સામે છગન શિંગાળાએ ફોર્મ ભર્યું હતું
જસદણ માર્કેટ યાર્ડમાં સત્તાવાર ઉમેદવાર અરવિંદ તોગડિયા સામે છગન શિંગાળાએ ફોર્મ ભર્યું હતું. પરંતુ ચૂંટણીમાં બન્નેને સરખા 9-9 મત મળ્યા હતા. બાદમાં ચિઠ્ઠી નખાઈ હતી અને અરવિંદ તોગડિયાનું નામ આવતા તેને ચેરમેન બનાવ્યા હતા. બાદમાં અરવિંદ તોગડિયાના મેન્ડેટ પછી ભાજપનું એક જૂથ નારાજ થયાનો રિપોર્ટ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપમાં કરવામાં આવ્યો છે. હવે પ્રદેશ ભાજપ મેન્ડેટ સામે ઉમેદવારી કરનારા સામે કેવા પગલા લે છે તે આવનારો સમય જ બતાવશે.

જસદણ માર્કેટ યાર્ડ.
જસદણ માર્કેટ યાર્ડ.

હારેલા જૂથના સભ્યોમાં અસંતોષની લાગણી
હારેલ જૂથના સભ્યોએ જણાવ્યું હતું કે, અમે ભાજપ માટે લોહી પાણી એક કરી વર્ષોથી કામ કરીએ છીએ. પણ ભાજપે ચૂંટણી પહેલા નાટકીય ઢબે સેન્સ લીધી અને પછી મેન્ડેટ અરવિંદભાઈ તાગડીયાનો કાઢી અમારી સાથે રમત રમી છે. જ્યારે બીજી બાજુ અરવિંદભાઈ તાગડીયા જસદણ યાર્ડના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેમને સૌરાષ્ટ્રભરના સહકારી આગેવાનોએ પ્રમુખ બન્યા તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...