તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોનેટિક મુલાકાત:એક ઝલક, સબસલામતનો અહેસાસ, કોરોનાના દર્દી સાથે પરિજનોની વાતચીત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કહેરથી લોકો ફફડી રહ્યા છે અને જ્યારે કોઇ સ્વજન કોરોનાગ્રસ્ત થાય ત્યારે ચિંતાના વાદળો તૂટી પડે તેવી સ્થિતિ પરિવારજનોમાં જોવા મળે છે, કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની પાસે જઇ શકાતું નથી, તેમની તબિયત કેવી હશે?, તકલીફ વધુ તો નહીં હોયને?, રિકવરી સારી હશેને? આવા અનેક સવાલો પરિવારજનોને કોરીખાતા હોય છે આવા સમયે જ્યારે હોસ્પિટલના બિછાનેથી દર્દીનો વીડિયોકોલ આવે ત્યારે એ પળે તો જાણે દુનિયાના તમામ દુ:ખ ભુલાઇ જાય છે, બે મિનિટની વાતચીત તો દિવસોનો થાક અને ચિંતા દૂર કરી દે છે, આવું જ એક દૃશ્ય સિવિલની કોવિડ હોસ્પિટલ પાસે જોવા મળ્યું હતું. કોરોનાવોર્ડમાથી દર્દીએ પરિવારજનોને વીડિયોકોલ અાવ્યો ત્યારે મોબાઇલ પર વાતચીત કરી રહેલા પરિવારજનોના ચહેરા પર દેખાતો હાશકારો આજુબાજુના લોકો માટે પણ રાહતરૂપ લાગતો હતો.

અન્ય સમાચારો પણ છે...