રાજકોટમાં બે વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બસપોર્ટમાં છેલ્લા 2 દિવસના અંતરમાં 2 વખત મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી છે. આજે બસપોર્ટની ઓફિસમાંથી અચાનક કાચની બારી તૂટીને રસ્તા પર પડી હતી. જયારે 2 દિવસ પહેલા પેટપૂજા ફાસ્ટ ફૂડ નામની દુકાનના રવેશ પર પ્લાસ્ટર ઓફ પેરિસની પેનલ તૂટવાની આકસ્મિક ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને બનાવમાં ઘટનાસ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી.
બસપોર્ટનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં અધ્યતન બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ તે બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે 2 દિવસના અંતરમાં 2 વખત દુર્ઘટના થતાં સહેજમાં અટકી છ. જેથી બસપોર્ટનું યોગ્ય મેઇન્ટેનન્સ નથી થતું તેવી ચર્ચાઓ ઉઠી છે. 2 પહેલા પણ દુકાનદારે જણાવ્યું હતું કે, રીપેરીંગ માટે મેં અનેકવાર મેનેજમેન્ટને રજૂઆત કરી છે છતાં પણ રીપેરીંગ કરવામાં આવ્યું નથી.
આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી થશે
આવા સંજોગોમાં હવે બસ પોર્ટની અન્ય દુકાનો પણ જોખમ સર્જી શકે તેવી ચર્ચાઈ રહ્યું છે. બસ પોર્ટ પર દરરોજ હજારો પ્રવાસીઓ અવર-જવર કરે છે. આવા સમયે જોખમી દુકાન પાસેથી જો કોઈ મુસાફર પસાર થયું હોત તો તેને ગંભીર ઈજા થવાની પણ શક્યતા છે. હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.