તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાડી વિસ્તારમાં દરોડો:100 પેટી સાથે પકડાયેલાઓની કેફિયત બાદ વધુ 14.20 લાખનો દારૂ પકડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણપર ગામ પાસેથી ઝડપ્યા બાદ નવા એરપોર્ટ પાછળ વાડી વિસ્તારમાં દરોડો

શહેરમાં બેફામ બનેલા દારૂના ધંધાર્થીઓ અને બૂટલેગરોને કાબૂમાં લેવાની ઝુંબેશમાં પોલીસને બેવડી સફળતા મળી છે. રાજકોટ પોલીસે કુવાડવા ચોકડી નજીકથી 100 પેટી વિદેશી દારૂ ભરેલા વાહન સાથે રાજકોટના બે શખ્સને પકડી પાડ્યા હતા. બંનેની પૂછપરછમાં જ્યાંથી દારૂનો જથ્થો લઇ આવ્યા તે સ્થળની વિગત આપતા પોલીસે ત્યાં દરોડો પાડી વધુ 14.20 લાખની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.

કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તેથી વિદેશી દારૂ ભરેલી એક પિકઅપ વાન પસાર થઇ રહી હોવાની સિટી એસીપી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ આર.કે.જાડેજા, ચંદ્રસિંહ જાડેજાને માહિતી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી રાણપર ગામના પાટિયા પાસેથી પિકઅપ વાનને અટકાવી હતી. માહિતી મુજબ પિકઅપ વાનની તલાશી લેતા રૂ.4.80 લાખની કિંમતની વિદેશી દારૂની 1200 બોટલ (100 પેટી) મળી આવી હતી. વાહન સાથે રાજકોટના નવા થોરાળામાં રહેતા નીતિન વિનુ વાઘેલા અને મહેન્દ્ર દિનેશ પરમારની અટકાયત કરી હતી. બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો નવા એરપોર્ટ પાછળ આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલી ઘુનાના વાડી વિસ્તારમાં ચોટીલાના શખ્સની વાડીમાંથી લઇ આવ્યાની અને ત્યાં વિદેશી દારૂ ભરેલી ટ્રક ખાલી થઇ રહી હોવાની કેફિયત આપી હતી. જે કેફિયતના આધારે તુરંત પોલીસ ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. ડુંગરોની વચ્ચે આવેલી વાડીએ પોલીસ પહોંચી તે પહેલા ત્યાં હાજર શખ્સો નાસી છૂટ્યા હતા. જ્યારે વાડીમાં તલાશી લેતા અહીંથી રૂ.14.21 લાખની કિંમતની વિદેશી દારૂની 3552 બોટલ (296 પેટી) મળી આવી હતી. આ ઉપરાંત વાડીમાંથી ટ્રક, ટ્રેક્ટર, કાર પણ મળી આવી હતી. બીજો દરોડો સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી પોલીસમથકના વિસ્તારમાં આવતો હોય અહીંથી 32 લાખનો મુદ્દામાલ કબજે કરી નાની મોલડી પોલીસને સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...