• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Further 57 New Corona Positive Cases Were Reported In Rajkot, 24 In Rural Areas And 36 Patients Including 5 Children In Urban Areas

કોરોના અપડેટ:રાજકોટમાં વધુ 57 નવા કોરોના પોઝિટિવ નોંધાયા, ગ્રામ્યમાં 24 અને શહેરમાં 5 બાળકો સહિત 36 દર્દી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક જ દિવસમાં 37ને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ શહેર અને જિલ્લામાં સતત 3 દિવસથી કોરોનાના કેસની સંખ્યા 60ની નજીક સ્થિર થઈ છે. મંગળવારે શહેરમાં 36 અને ગ્રામ્યમાં 21 સહિત કુલ 57 કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 408 થઈ છે તેમજ કુલ કેસ 58437 થયા છે. રાજકોટ શહેરમાં જે 36 કેસ નવા આવ્યા છે તેની સામે 37ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસ 271 પર છે. જે નવા કેસ આવ્યા છે તેમાં 5 બાળકો છે. આ તમામના કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલુ કરાયા છે પણ છેલ્લા 10 દિવસ થયા હજુ પણ ટેસ્ટની સંખ્યા 2000ની આસપાસ જ રહે છે તેમાં વધારો થતો નથી આ કારણે શહેરનો પોઝિટિવિટી રેટ ક્રમશ: વધી રહ્યો છે.

રવિવારે માંડ 1000 ટેસ્ટ કરાતા પોઝિટિવિટી રેશિયો 4 ટકાની નજીક આવી ગયો હતો. જે ગઈકાલે ઘટીને 1.5 ટકાએ નોંધાયો હતો જ્યારે કુલ પોઝિટિવિટી રેટ હાલ 2 ટકાની આસપાસ છે. જિલ્લામાં 21 કેસ નોંધાયા છે જેમાંથી 17 કેસ ધોરાજી તાલુકામાં આવ્યા છે.

શહેરમાં આ વિસ્તારોમાંથી કોરોનાના કેસ આવ્યા
ચિત્રકૂટધામ, હાઉસિંગ બોર્ડ, પંચનાથ પ્લોટ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, ધર્મજીવન સોસાયટી, સ્વાતિ સોસાયટી, શિવમ પાર્ક, શિવશક્તિ કૃપા, ટોપલેન્ડ રેસિડેન્સી, આલાપ સેન્ચ્યુરી, પારિજાત રેસિડેન્સી, સ્વાશ્રય, સોમનાથ સોસાયટી, નાનામવા સર્કલ, સિલ્વર સ્ટોન સોસાયટી, પુષ્કરધામ સોસાયટી, પટેલ પાર્ક, જનકલ્યાણ સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, કાલાવડ રોડ, ગોપાલ ચોક, મોરબી રોડ.

અન્ય સમાચારો પણ છે...