તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઉછીના રૂપિયા દેવાની ના પાડતા યુવાન પર મિત્રનો છરીથી હુમલો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં જાહેર માર્ગો પર ઘાતક હથિયારો સાથે હુમલા કરવાના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે મારામારીના વધુ બે બનાવમાં ઉછીના રૂપિયા આપવાના મુદે મિત્રએ તેના મિત્ર પર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી છે. મોરબી રોડ, સેટેલાઇટ ચોક પાસે આવેલા ઠાકોરદ્વાર સોસાયટી-1માં રહેતા રોહન સુરેશભાઇ રૈયાણી નામનો યુવાન આશ્રમ રોડ પર આવેલા ફૂડ ઝોનમાં હતો ત્યારે તેનો મિત્ર આકાશ ઉર્ફે મરચો હરી બાબરિયા સુરેશ રાઠોડ સાથે તેની પાસે આવ્યા હતા અને આકાશ ઉર્ફે મરચાએ ઉછીના રૂપિયા દેવાની વાત કરી હતી. જેથી રોહને રૂપિયા દેવાની ના પાડતા આકાશ ઉર્ફે મરચો અને તેની સાથેનો સુરેશ ઉશ્કેરાય જઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં આકાશ ઉર્ફે મરચાએ પેન્ટના નેફામાંથી છરી કાઢી હુમલો કરી નાસી ગયા હતા. હુમલામાં રોહનને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...