તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાંથી ગુમ તેમજ અપહરણના અણઉકેલાયા ગુનાઓના ભેદ ઉકેલવાની ઝુંબેશમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પાંચ વર્ષ પહેલા નોંધાયેલા તરુણીના અપહરણના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. રાજકોટથી ભાગેલા પ્રેમીપંખીડાંને પોલીસે ત્રણ સંતાન સાથે મધ્યપ્રદેશથી પકડી પાડ્યા છે.
પીએસઆઇ એમ.એસ.અંસારીએ વિગતો આપતા જણાવ્યું કે, કુવાડવા હાઇવે પર બિસ્કિટના કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના આધેડની 16 વર્ષની પુત્રીને મધ્યપ્રદેશનો ભૂપેન્દ્ર ઉર્ફે દંગા રમેશ કોહલે નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયાની 2016માં કુવાડવા રોડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
આધેડ અગાઉ અમદાવાદ બિસ્કિટના કારખાનામાં કરતા હતા. તે સમયે ભૂપેન્દ્ર પણ ત્યાં કામ કરતો હોવાથી પુત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની જાણ થતા અમદાવાદ છોડી આધેડ પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા. દરમિયાન ભૂપેન્દ્ર 2016માં અમદાવાદથી રાજકોટ આવી તરુણીને ભગાડી ગયો હતો. લાંબા સમય પછી ભાગેલું યુગલ હાથ નહિ લાગતા યુગલને પકડવા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન આરોપી ભૂપેન્દ્રના પિતાના મોબાઇલ નંબર મળતા તેમનો સંપર્ક કર્યો હતો. દરમિયાન ભૂપેન્દ્ર અને તરુણી ભોપાલના રાજેન્દ્રનગર કોલોનીમાં આવેલા કારખાનામાં રહેતા હોવાની માહિતી મળતા એક ટીમને તુરંત ભોપાલ દોડાવી હતી. અને ભોપાલથી ભૂપેન્દ્ર અને યુવતી મળી આવ્યા હતા. પતિ-પત્ની તરીકેના પાંચ વર્ષના સમયગાળામાં બંને ત્રણ સંતાનના માતા-પિતા બની ગયા છે. યુવતી અને તેના ત્રણ સંતાનોને તેના ભાઇના હવાલે કર્યા છે. જ્યારે ભૂપેન્દ્ર સામે પોલીસે પોક્સોની કલમનો ઉમેરો કરી જરૂરી કાર્યવાહી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.