તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા મરી પડી:રાજકોટમાં ધરમનગરના ક્વાર્ટર પાસે ટોપલી નીચે પાંચ મહિનાનું ભૃણ મળી આવ્યું, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

રાજકોટ7 દિવસ પહેલા
  • 108ની ટીમ દ્વારા બાળક ને મૃત જાહેર કરવામાં આવ્યું

રાજકોટમાં જાણે માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ધરમનગરના ક્વાર્ટર પાસે ત્યજી દેવાયેલું પાંચ મહિનાનું ભૃણ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ સહિત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભૃણની તપાસ કરતા 108ની ટીમે ભૃણને મૃત જાહેર કર્યું છે. હાલ યુનિવર્સિટી પોલીસે ભૃણનો કબ્જો લઇ સ્થાનિક વિસ્તારની હોસ્પિટલ સહિતના રહેણાંક વિસ્તારમાં ભૃણને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની શોધખોળ હાથ ધરી છે.

રાહદારીઓએ બનાવની જાણ પોલીસને કરી
રાજકોટમાં ધરમનગરના ક્વાર્ટર પાસેથી બપોરના સમયે મૃત ભૃણ મળી આવ્યું હતું. આશરે 5 મહિનાનું મૃત ભૃણ મળી આવતા આસપાસ લોકટોળું એકત્ર થઇ ગયું હતું. રાહદારીઓએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ત્યજી દેવાયેલું પાંચ મહિનાનું ભૃણ મળી આવ્યું
ત્યજી દેવાયેલું પાંચ મહિનાનું ભૃણ મળી આવ્યું

પોલીસે રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી
હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે આસપાસ રહેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે. અને ભૃણ કોનું છે અને તેને અહી કોણ મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વધુમાં બાળકના મોઢા પરથી ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે.પોલીસે ભૃણને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની શોધખોળ માટે સ્થાનિક વિસ્તારની હોસ્પિટલ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો