તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Fire Broke Out In A Truck Laden With Chillies In Movia Village Of Gondal, Firefighters Put Out The Blaze, No Casualties Were Reported.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ ભભૂકી:ગોંડલના મોવિયા ગામમાં મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી, ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ, કોઈ જાનહાની નહીં

ગોંડલ2 મહિનો પહેલા
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

ગોંડલમાં હોળી અને ધુળેટીના પર્વમાં અનુક્રમે બે આગની ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં ગત રાત્રે જિનિંગ મિલમાં પડેલા કપાસમાં આગ લાગી હતી. આ ઘટના 12 કલાક પણ નથી થયા ત્યાં ગોંડલના મોવિયા ગામમાં મરચાના ભરેલા ટ્રકમાં આગ લાગતા મરચા બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટર દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ આવ્યું છે.

મરચા બળીને ખાખ થઇ ગયા હતા
ઉલ્લેખનીય છે કે મોવિયા ગામના ખેડૂત રતનભાઈ કાલરીયાનો 100 જેટલી મરચાની ભારી ટ્રકમાં ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે હરરાજી માં લઈ જઈ રહ્યા હતા આગ પર કાબુ મેળવવામાં આવે ત્યાં સુધીમાં મરચા બળીને ખાખ થઇ ગયા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી.ફાયર ફાયટરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. કાળી બપોરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ગત રાતે પણ આગનો બનાવ
ગોંડલમાં ગત રાતે આગનો આવો જ બનાવ સામે આવ્યો હતો જેમાં મોડી રાત્રે જિનિંગ મિલમાં પડેલી કપાસની ગાંસડીમાં આગ લગતા ગોંડલ અને રાજકોટના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ કાબૂમાં આવે તે પહેલા મિલમાં રહેલો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો છે. આગની જાણ થતાં લોકો એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે લાગેલી આગ પર ફાયર વિભાગે સખત પાણીનો મારો ચલાવતા વહેલી સવારે કાબુમાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો