રાજકોટ શહેરમાં આજે આગના બે બનાવો સામે આવ્યા હતા. બન્ને ઘટના પેટ્રોલ પંપ પાસે બની હતી. જોકે સબનસીબે આગ પર ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવતા કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યાં પ્રથમ કિસ્સામાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મૂકી હતી. આગને પગલે ટેબલ ખુરશી ફ્રીઝ સહિતનો દુકાનની અંદર રહેલો પ્રત્યેક મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે અન્ય બનાવવામાં સાંઢિયા પુલ પાસે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલું બાઈક અચાનક સળગી ઉઠ્યું હતું. બાઈક સળગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરી પળોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
ટી પોસ્ટ ખાતે વહેલી સવારે આગ લાગી
રાજકોટ શહેરના લીમડા ચોક નજીક રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં ટી પોસ્ટ ખાતે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારીએ મુખ્ય ફાયર સ્ટેશન ખાતે ફોન કરી આગ લાગી હોવાનું જણાવ્યું હતું. ફાયરબ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઇ ટી પોસ્ટ ખાતે સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાના કારણે દુકાન માં રહેલ ટેબલ ખુરશી ફ્રિઝ તેમજ અલગ અલગ વસ્તુ બળીને ખાખ થઇ ગઈ હતી. જો કે નજીકમાં બાજુમાં પેટ્રોલ પંપ આવેલ હોવાથી ફાયર વિભાગે સતર્કતા દાખવી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી હતી.
પેટ્રોલ પંપ સામે બાઈક સળગ્યું
રાજકોટ જામનગર હાઇવે પર સાંઢિયા પુલ નજીક પેટ્રોલ પંપ સામે આજે અચાનક એક બાઈક સળગી જતા નાસભાગ મચી જવા પામી હતી.આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને ફાયર ટિમ તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.