• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Fire Broke Out In A Shop On Atkot Jasdan Road, Two Fire Brigade Vehicles Reached The Spot, The Cause Of The Fire Was Intact.

વિકરાળ આગ:આટકોટ-જસદણ રોડ પર આવેલ દુકાનમાં અચાનક આગ ભભૂકી,બે ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી, આગ લાગ્યાનું કારણ અકબંધ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યાં
  • ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી

રાજકોટ જિલ્લાના આટકોટ-જસદણ રોડ પર આવેલ એક દુકાનમાં સાંજના સમયે આગ લાગી હતી. જેને પગલે જસદણથી બે ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી.આગ એટલી વિકરાળ હતી કે તેના માડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યાં હતા. જો કે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણવા નથી મળ્યું

ટ્રાફિકથી ધમધમતા રોડમાં ભારે અફડા તફડી મચી ગઇ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આટકોટમાં આવેલ જસદણ રોડ ઉપર ઓમકાર દુકાનમાં અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગતા ટ્રાફિકથી ધમધમતા રોડમાં ભારે અફડા તફડી મચી ગઇ હતી. અને જસદણથી બે ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે બીજા માળ સુધી પહોંચી ગઈ હતી પરંતુ આગ આજુબાજુની દુકાનમાં આગ ફેલાઈ તે પહેલાં ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી.

રોડને એક તરફથી બંધ કરવાની ફરજ પડી
આ ઘટનાને પગલે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા.ઘટના ઘટનાસ્થળે આટકોટ પોલીસ પણ દોડી આવી હતી અને રોડ પરથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આટકોટ-જસદણ રોડ પરઘડીભર રોડ પર નાસભાગ મચી ગઇ હતી અને રોડને એક તરફથી બંધ કરવાની ફરજ પડી હતી.

(કરશન બામટા, આટકોટ)