તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Fire Broke Out In A Flat In Rajkot, Husband, Son And Daughter Were Burnt To Death, Wife Entered, Fire Brigade Reached The Spot And Put Out The Fire.

મહિલાનું અગ્નિસ્નાન:રાજકોટમાં મહિલાની સળગીને આત્મહત્યા, બચાવવા જતા પતિ અને પાસે સુતેલા બાળકો પણ સામાન્ય દાઝ્યા

રાજકોટ3 મહિનો પહેલા
પોલીસે એક્સીડેન્ટલ ડેથ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
  • સામુહિક આપઘાત કે પછી આકસ્મિક આગ અંગે પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિંગના છઠ્ઠા માળે મહિલાએ સળગીને આત્મહત્યા કરી છે. જેમાં બચાવવા જતા પતિ યોગીરાજસિંહ સરવૈયા પણ દાઝી ગયા છે. જ્યારે પાસે ઉંઘેલા પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા સરવૈયા સામાન્ય દાઝી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા છે. જ્યારે કે પત્નિ વર્ષાબાનું મૃત્યુ નિપજતા પ્રદ્યુમન નગર પોલીસે એક્સિડેન્ટલ ડેથ અંગે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે એક્સિડેન્ટલ ડેથ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ આજે સાંજના 6 વાગ્યા આસપાસ રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં D વિંગના છઠ્ઠા મળે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યોગીરાજસિંહ સરવૈયા, 3 વર્ષના પુત્ર પૂર્વરાજ સરવૈયા અને 6 વર્ષની પુત્રી કૃતિકા સરવૈયા દાજી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યારે પત્નિ વર્ષાબા સરવૈયા નું મોત થતા પોલીસે એક્સીડેન્ટલ ડેથ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકાંકસ કારણ ભૂત હોવાનું સામે આવી રહ્યું છે.

ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના PI એલ.એલ.ચાવડા એ જણાવ્યું હતું કે, સાંજના 6 વાગ્યા આસપાસ બનાવ બનવા પામેલ છે જેમાં ઘરકંકાસ કારણભૂત હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. સારવાર અર્થે ખસેડવામાં આવેલ યોગીરાજસિંહ ની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ઘરમાં હતા એ સમયે બાળકો સુતા હતા અને ત્યારે પત્નિએ જાતે અગ્નિસ્નાન કર્યું હતું. સમગ્ર મામલે આત્મહત્યા જ છે કે પછી આકસ્મિક આગ છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યોગીરાજસિંહ સરવૈયાની ફાઈલ તસ્વીર
યોગીરાજસિંહ સરવૈયાની ફાઈલ તસ્વીર