તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકરાળ આગ:ગોંડલમાં પાસે આવેલી જિનિંગ મિલમાં કપાસની ગાંસડીમાં આગ લાગી, મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવારે કાબુમાં આવી

ગોંડલએક મહિનો પહેલા
  • લાખોનું નુકસાન થવાની આશંકા

ગોંડલમાં ગત રાતે આગનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોડી રાત્રે જિનિંગ મિલમાં આગ લાગી હતી. જેમાં કપાસની ગાંસડીમાં આગ લગતા ગોંડલ અને રાજકોટના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે લાગેલી આગ પર ફાયર વિભાગે સખત પાણીનો મારો ચલાવતા વહેલી સવારે કાબુમાં આવી હતી

લાખોનું નુકસાન થવાની આશંકા
આગ કાબૂમાં આવે તે પહેલા મિલમાં રહેલો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો છે. આગની જાણ થતાં લોકો એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ વિકરાળ હોય કાબૂમાં ન આવતા ગોંડલ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. માધવ જીનિંગમાં રાત્રીના 1 વાગ્યાની આસપાસ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કપાસને ભસ્મીભૂત કરી નાખતા આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ગોંડલ નજીક કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા આગ ભભૂકી
આ પહેલા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉપર બિલિયાળા ગામના પાટિયા પાસે વહેલી સવારે કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી બંને વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે બંને વાહન બળીને ખાખ થયા હતા. કારમાં બેઠેલી ત્રણ મહિલા સળગીને ભડથું થઈ ગઇ હતી. એક વ્યક્તિ બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. જો કે તે દાઝી ગયો હોવાથી સારવારમાં ખસેડાયો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇ-વે ક્રોસ કરી રહ્યો હતો તે સમયે અકસ્માત સર્જાર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો