રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોક નજીક મારુતિ કંપનીની ઝેન કારમાં કારમાં અચાનક આગ લાગી હતી. જો કે સમયચુકતા વાપરી કારમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતાં. જેથી જાનહાની ટળી હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગે થોડી વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું
કારમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. ત્યારે રાજકોટ શહેરમાં Gj14E3710 નંબરની ઝેન કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને થોડી વારમાં કારમાં ધડાકાભેર આગ લાગી હતી. સામાન્ય લાગેલી આગે થોડી વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. કારમાં આગ લાગતાં ભારે અફરા-તરફી મચી જવા પામી હતી અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આગ લાગ્યાનું કારણ અકબંધ
માર્ગની બાજુમાં ઉભેલી કારમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જ્યાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. જોકે, પાણીનો મારો ચલાવી આગ બુજાવવામાં આવે તે પહેલા કાર સળગીને ખાખ થઇ ગઇ હતી. પરંતુ આગ વકરે એ પહેલા ફાયર બ્રિગેડની ટીમે તેને કાબુમાં લીધી હતી. હાલ આગ ક્યા કારણોસર લાગી તે હજુ જાણવા નથી મળ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.