• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Fire Broke Out In A Car Near Pithdiya Toll tax In Virpur, Fire Department Rushed To The Spot, No Casualties Were Reported.

ધ બર્નિંગ કાર:વીરપુરના પીઠડીયા ટોલ-ટેક્સ પાસે અચાનક કારમાં આગ ભભૂકી, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યો, કોઇ જાનહાની નહીં

વીરપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારમાં વિકરાળ આગ લાગી - Divya Bhaskar
કારમાં વિકરાળ આગ લાગી
  • રસ્તા પર અચાનક મોટરકારમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
  • ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો

રાજકોટ જિલ્લાના વીરપુરના પીઠડીયા ટોલ-ટેક્સ પાસે કારમાં અચાનક આગ લાગી હતી. જો કે સમયચુકતા વાપરી કારમાં સવાર ચાલક નીચે ઉતરી ગયા હતાં. જેથી જાનહાની ટળી હતી. ઘટના અંગે જેતપુર નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

આગે થોડી વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું
કારમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. ત્યારે વીરપુરમાં કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને થોડી વારમાં કારમાં ધડાકાભેર આગ લાગી હતી. સામાન્ય લાગેલી આગે થોડી વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. કારમાં આગ લાગતાં ભારે અફરા-તરફી મચી જવા પામી હતી અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો

શોટ સર્કિટના કારણે કારમાં આગ લાગી
નોંધનીય છે કે, શોટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક આનુમાન લગાવવામા આવી રહ્યું છે. જોકે, પાણીનો મારો ચલાવી આગ બુજાવવામાં આવે તે પહેલા કાર સળગીને ખાખ થઇ ગઇ હતી. પરંતુ આગ વકરે એ પહેલા ફાયર બ્રિગેડની ટીમે તેને કાબુમાં લીધી હતી.

(દિપક મોરબીયા, વીરપુર)