રોડ વચ્ચે કાર સળગી:ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે કારમાં અચાનક ધડાકાભેર આગ લાગતાં દોડધામ મચી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ગોંડલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારમાં વિકરાળ આગ લાગી - Divya Bhaskar
કારમાં વિકરાળ આગ લાગી
  • સદનસીબે મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાની નહીં

ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે અચાનક કારમાં ધડાકાભેર આગ લાગી હતી. જેને પગલે લોકો દોડધામ મચી જવા પામી હતી. આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કોઇ જાનહાનિ થઈ નથી.

આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી
આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી

આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું
કારમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. ત્યારે આજે ભર બપોરે ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે અલ્ટો કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને થોડી વારમાં કારમાં ધડાકાભેર આગ લાગી હતી. સામાન્ય લાગેલી આગે થોડી વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.સિવિલ હોસ્પિટલ પાસે કારમાં લાગેલી આગની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતાં જ ફાયર ફાયટરનો કાફલો તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો.

ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.
ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.

ભારે જહેમતના અંતે આગને કાબૂમાં લીધી
ફાયર બ્રિગેડની ટીમે તુરંત કામગીરી હાથ ધરીને પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમતના અંતે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. જો કે, આ આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

ફાયર ફાયટરનો કાફલો તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો
ફાયર ફાયટરનો કાફલો તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો

(હિમાંશુ પુરોહિત અને દેવાંગ ​​​​​​​ભોજાણી,ગોંડલ)