બેદરકારી:રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી,ICUમાં દર્દીને રેઢા મૂકી મેડિકલ સ્ટાફ ભાગ્યો,મોટી જાનહાનિ ટળી,આગમાં 1.50 લાખનું નુકસાન

રાજકોટ6 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • હોસ્પિટલમાં ચોથા મળે પતરાંનો ડોમ ગેરકાયદેસર હોવાનું ટી.પી શાખાની તપાસમાં ખુલ્યું

રાજકોટની વિધાનગર મેઈન રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં રાત્રીના સમયે ચોથા માળે બેટરીરૂમમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. આ સમયે ICUમાં દાખલ દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવાની જગ્યાએ તેમને રેઢા મૂકી મેડિકલ સ્ટાફ ભાગી ગયો હતો. આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડના ડેપ્યુટી સી.એફ.ઓ સહિત 14 લોકોના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી 3 કલાકની જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આ આગમાં AC અને 40 બેટરી બળીને ખાખ થઈ જતા 1.50 લાખનું નુકસાન થયું હતું.

આગથી સ્ટાફ અને દર્દીઓમાં દેકારો મચી ગયો
ઉલ્લેખનીય છે કે પળવારમાં જ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને રૂમમાંથી ધુમાડાના ગોટા પણ નીકળવા લાગ્યા હતા. ભેદી ધડાકા સાથે આગ ફાટી નીકળતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેના પરિવારજનોમાં નાસભાગ મચી ગઇ હતી. આગ પર કાબુ મેળવવા માટે ઇલેક્ટ્રિક લાઇન બંધ કરવી પડતા કોવિડ દર્દી સહિત 23 દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે પોતાના પર કોઇ આક્ષેપ થાય નહીં તે માટે હોસ્પિટલના સ્ટાફે આ મુદ્દે મૌનસેવી લીધું હતું.

ટાઉન પ્લાનિંગ ઓફિસર
ટાઉન પ્લાનિંગ ઓફિસર

હોસ્પિટલમાં ચોથા મળે પતરાંનો ડોમ ગેરકાયદેસર હોવાનું ટી.પી શાખાની તપાસમાં ખુલ્યું
જયારે મેડિકલ સ્ટાફને આગ લાગ્યાની જાણ થઈ હતી ત્યારે તે ICUમાં દર્દીને રેઢા મૂકી ગ્રાઉન્ડ ફ્લોરમાં દોડી આવતા દર્દીના સગા સબંધીએ દેકારો મચાવ્યો હતો. આગની ઘટના પર ઢાંક પીછોળો કરવા માટે એમ.ડી સહિતના મેનેજમેન્ટ વિભાગે ફોન સ્વીચફ કરી દઈ ભવાની સિક્યુરિટીના ઇન્ચાર્જ સહિતના સ્ટાફને ગેટ પર ખડકી દીધો હતો.પરંતુ ઓલમ્પસ હોસ્પિટલમાં આગની ઘટનામાં ચોથા માળે બનાવેલ પતરાંનો ડોમ ગેરકાયદેસર હોવાનું ટી.પી શાખાના એન્જીનયરની તપાસમાં ખુલતા ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...