રાજકોટમાં આગ લાગી હોવાની અફવા:શહેરના એરપોર્ટ પર આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડયા, સ્થાનિકોએ જાણ કરતા ફાયર બ્રિગેડ દોડતી થઈ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ એરપોર્ટ પર આગ લાગી હોવાની સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જે બાદ ફાયર બ્રિગેટની એક ટીમ એરપોર્ટ ખાતે દોડી આવી હતી. પરંતુ ઘટના સ્થળ પર પહોંચતા ફાયર વિભાગને જાણવા મળ્યું હતું કે, એરપોર્ટ પર આગ લાગી હોવાની વાત એક અફવા હતી અને હકીકત સામે આવી હતી કે એરપોર્ટ બાઉન્ડરી પાસે લાંબા સમયથી ઉગેલું સૂકું ખળ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સળગાવવામાં આવ્યું હતું.

ખળ સળગાવતા ધુમાળાના ગોટેગોટા ઉડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ એરપોર્ટ બાઉન્ડરી પાસે લાંબા સમયથી સૂકું ઘાસ ઉગેલું હતું. જેને દુર કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા સૂકું ખળ સળગાવવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખળ સળગાવતા આકાશમાં ધુમાળાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. જે જોતા સ્થાનિકોને એરપોર્ટ પર આગ લાગી હોવાનું લાગ્યું હતું. જે બાદ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને એરપોર્ટ પર આગ લાગી હોવાની જાણ કરાઈ હતી.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા સૂકું ખળ સળગાવવામાં આવ્યું
એરપોર્ટ ઓથોરિટી દ્વારા સૂકું ખળ સળગાવવામાં આવ્યું

ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ
આગ લાગી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જોકે, ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર હકીકત જણાવી હતી કે, એરપોર્ટ બાઉન્ડરી પર માત્ર સૂકું ખળ સળગાવવામાં આવ્યું છે. એરપોર્ટમાં ક્યાંય પણ આગ લાગી નથી. આ આગ લાગવાની વાત માત્ર એક અફવા છે.

ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ
ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ
અન્ય સમાચારો પણ છે...