રાજકોટના બંગડી બજારમાં આગ:મોડી રાતે હેન્ડી ક્રાફ્ટની દુકાનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો; માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન

રાજકોટ22 દિવસ પહેલા
ઓમ હેન્ડી ક્રાફ્ટ નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો છે. બંગડી બજારમાં આવેલી હેન્ડી ક્રાફ્ટની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દુકાનમાં રાખવામાં આવેલા ભગવાનના વાઘા સહિતની વસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી
દુકાનમાં રાખવામાં આવેલા ભગવાનના વાઘા સહિતની વસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી

મળતી માહિતી મુજબ, રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બંગડી બજાર સ્થિત ઓમ હેન્ડી ક્રાફ્ટ નામની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલી દુકાનમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરવિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

હેન્ડી ક્રાફટની દુકાનમાં રાખવામાં આવેલા ભગવાનના વાઘા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે રાત્રે આગ લાગવાની ઘટના બની છે. ગઈ કાલે રાતે ટાગોર રોડ પર આવેલા મારૂતિ સુઝુકીના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને આજે બંગડી બજારમાં હેન્ડી ક્રાફટ દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો
ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...