કેટલાક લોકો ક્યારેક એવી કુપ્રવૃત્તિ કરી નાખતા હોય છે કે તે થયા પછી તે કોઇને કહી પણ શકતા નથી અને તેની પીડાથી તે રહી પણ શકતા હોતા નથી, આવું જ કંઇક ધારી પંથકના 40 વર્ષના યુવકે કર્યું હતું, ચાર દિવસ પૂર્વે તેણે પોતાના મળમાર્ગમાં ઠંડા પીણાની પ્લાસ્ટિકની બોટલ ફસાવી દીધી હતી, અંતે તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તબીબોએ સર્જરી કરી બોટલ બહાર કાઢી તેને પીડા મુક્ત કર્યો હતો.
ધારી પંથકના એક યુવકને રવિવારે રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તબીબો સમક્ષ એ યુવકે કહ્યું હતું કે, ચાર દિવસ પૂર્વ પોતે પોતાના ગામમાં અવાવરું સ્થળે હતો ત્યારે રૂ.10ની કિંમતની ઠંડા પીણાની પ્લાસ્ટિકની ખાલી બોટલ તેના મળમાર્ગમાં ઘુસાડી દીધી હતી, પ્લાસ્ટિકની બોટલ મળમાર્ગમાં ફસાયા બાદ તેની હાલત કફોડી બની હતી અને લોકો અવનવી વાતો કરશે તેવી ચિંતામાં બે દિવસ તો કોઇને કહ્યું નહોતું.
પરંતુ પીડા અસહ્ય થવા લાગતા અંતે પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો અમરેલી હોસ્પિટલે લઇ ગયા હતા, જ્યાં તબીબોએ નિદાન કરી રાજકોટ હોસ્પિટલે જવાનું કહેતા પોતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો.
બનાવ અંગે અમરેલી પોલીસને જાણ કરવામાં આવી હતી, સિવિલ હોસ્પિટલમાં તબીબો આ યુવકને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા હતા અને ત્યાં સર્જરી કરી બોટલ બહાર કાઢી યુવકને પીડા મુક્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 40 વર્ષનો આ યુવક પરિણીત છે અને તે બે સંતાનનો પિતા છે, પરિવારજનોએ કહ્યું હતું કે, યુવકની કેટલાક દિવસથી માનસિક સ્થિતિ સામાન્ય નહીં હોવાથી તેણે આવું કૃત્ય કર્યું હતું. જો કે તબીબોએ કરેલી સર્જરી બાદ તેનો પીડામાંથી છૂટકારો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.