રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ યાર્ડમાં ખેડૂતોને ખાનગી હરરાજીમાં મણના ભાવ 60 થી લઈને 200 રૂપિયા જ ભાવ મળી રહેતા છે. બીજી બાજુ તેઓ એવો આક્ષેપ કરે છે કે, નાફેડ વાળા દેખાતા જ નથી અને આવે તો 45 MMથી નીચેની ડુંગળી ખરીદતા નથી'
ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા
આ અંગે હડમતાળા ગામના ખેડૂત રસિકભાઈએ જણાવ્યું હતું કે, નાફેડમાં ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા. 45 MMથી નાની ડુંગળીની નાફેડવાળા ખરીદતી નથી. હકીકતે 45 MMથી નાની ડુંગળીનો નિકાલ કરવો એ જ સૌથી મોટી સમસ્યા છે. કારણ કે ખુલ્લા બજારમાં એના જ ભાવ નથી મળતા.
આવક સ્વીકારવામાં આવે
વધુમાં તેમણે જણાવ્યું હતું કેમ હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. જો આવા સંજોગોમાં ડુંગળીની આવક સ્વીકારવામાં આવે અને ખુલ્લામાં રાખીએ તો માલ બગડી જાય. હવે યોગ્ય રીતે ખરીદી કરવામાં આવે તો અમને લાભ થાય.
શાકભાજીની આવક પર અસર
નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ધાબડિયું વાતાવરણ જોવા મળે છે તો ક્યાંક માવઠું થયું છે. જો વાતાવરણ યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં તેની અસર શાકભાજીની આવક પર પડી શકે છે. છેલ્લા બે દિવસથી ડુંગળીના વેચાણમાં પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેમની મુશ્કેલી વધી છે.ત્યારે ખેડૂતોને માંગ છે કે નાફેડ દ્વારા ક્વોલિટીના ચક્કરમાં ન પડીને તેમની ડુંગળી ખરીદવામાં આવે અને આખા માર્ચ માસ દરમિયાન આ પ્રક્રિયા કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.