સારવાર દરમિયાન મોત:રિસામણે ગયેલી પત્ની પરત નહિ આવતા ખેડૂતનો આપઘાત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુવાડવા હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો

શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ કુવાડવા ગામે બન્યો છે. ગામમાં રહેતા પ્રવીણભાઇ ગોરધનભાઇ સોજીત્રા નામના યુવાને રવિવારે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. બનાવની પરિવારજનોને જાણ થતા તુરંત સારવાર માટે કુવાડવા હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં પ્રવીણભાઇએ દમ તોડ્યો હતો.

બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસમથકના હેડ કોન્સ.એ.પી.નિમાવત સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પરિવારજનોની પૂછપરછમાં પ્રવીણભાઇ ખેતીકામ કરતા હતા. લગ્ન બાદ પત્ની સાથે મનમેળ નહિ થતા પત્ની તેના માવતર રિસામણે જતી રહી હતી. લાંબા સમય પછી પણ રિસામણે ગયેલી પરિણીતા પરત સાસરે આવતી ન હતી. જેનું પ્રવીણભાઇને માઠુ લાગી આવતા તેમણે આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. પ્રવીણભાઇના આપઘાતનું અન્ય કોઇ કારણ છે કે કેમ તે જાણવા માટે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

લગ્નની વર્ષગાંઠે પતિ ફરવા નહિ લઇ જતા પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી લીધું
વિજય પ્લોટ-11માં રહેતી ઉર્વશી સાગરભાઇ ઝરિયા નામની પરિણીતાએ તેના ઘરે ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. આપઘાતના પ્રયાસના બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી.

પૂછપરછમાં તેના લગ્નના રવિવારે ચાર વર્ષ પૂરા થયા હોય પતિને સાંજે બહાર લઇ જવા માટે વાત કરી હતી. જેથી પતિએ મારી પાસે પૈસા નથી, પછી ફરવા જઇશુંની વાત કરી હતી. જેથી પોતાને લાગી આવતા પગલું ભર્યાનું પરિણીતાએ પોલીસને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...