આપઘાતનો પ્રયાસ:ગોંડલમાં 3 મહિના પહેલા ખાનગી હોસ્પિટલના પરિચિત કમ્પાઉન્ડરે દુષ્કર્મ આચર્યું, પતિને જાણ થતાં પત્નીએ એસિડ પીધું

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ
  • પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

ગોંડલમાં રહેતી પરિણીતા ઉપર ત્રણ માસ પૂર્વે પરિચિત ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે દુષ્કર્મ આચર્યાની પતિને જાણ થતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી પરિણીતાને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરિચિત શખસે પરિણીતા પર બળજબરી કરી હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાની તબિયત લથડતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સિટી પોલીસને જાણ કરતાં ગોંડલ પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસે એસિડ પી લેનાર પરિણીતાનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપી હરેશની ધરપકડ કરી
પ્રાથમિક પૂછપરછમાં એસિડ પી લેનાર પરિણીતાના પતિએ આક્ષેપ કર્યો હો કે, હરેશ નામનો શખસ બોગસ ડોક્ટર છે અને તે અવારનવાર તેના વિસ્તારમાં ઘરે ઘરે દર્દીઓને દવા દેવા આવતો હતો. આથી તેની સાથે સબંધ બંધાતા તે અવારનવાર મારા ઘરે પણ આવતો હતો. ત્રણ મહિના પહેલા હું ઘરે નહોતો ત્યારે હરેશ ઘરે આવી બળજબરીપૂર્વક મારી પત્ની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ અંગે ત્રણ મહિના પહેલા પતિને જાણ થતાં પત્નીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ગોંડલ સિટી PI મહેશ સંગાડાએ આરોપીને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

હરેશ ઘરે આવતો-જતો હોવાથી પરિચય થયો હતો
બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ થયું છે કે નહીં તે પોલીસ તપાસ અને મેડિકલ રિપોર્ટ બાદ બહાર આવશે. હાલ પોલીસ IPC કલમ 354 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. ઉપરોક્ત બનાવમાં પરિણીતા બીમાર હોય અને ખાનગી હોસ્પિટલનો કમ્પાઉન્ડર ઘર પાસે રહેતો હોય ઘણી વખત સારવાર માટે ઘરે આવતો-જતો હતો અને બંને વચ્ચે પરિચય થયો હતો.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...