છેતરપિંડી:રાજકોટના વેપારી સાથે દિલ્હીના શખ્સે કરી 27.50 લાખની ઠગાઇ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિલ્હીના પિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
  • ગોલ્ડ ટેસ્ટિંગ લેબ ધરાવતા વેપારીએ ધંધો કરવા મશીન માટે પૈસા મોકલ્યા પણ છેતરપિંડીનો ભોગ બન્યા

ભુપેન્દ્ર રોડ પર ગોલ્ડ ટેસ્ટિંગ લેબ ધરાવતા વેપારીએ નવો ધંધો શરૂ કરવા માટે દિલ્હીના શખ્સ પાસેથી હાઇડ્રોલિક પ્રેસ મશીન ખરીદ કરવા ઓર્ડર આપ્યો હતો અને રૂ.27.50 લાખ આંગડિયા મારફત મોકલ્યા હતા પરંતુ લાંબો સમય વિતવા છતાં મશીન મળ્યું નહોતું અને પૈસા પણ પરત નહી મળતાં વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

નાનામવા રોડ પરના સિલ્વર હાઇટ્સમાં રહેતા અને ભૂપેન્દ્ર રોડ પર મોના કોમ્પલેક્સમાં ગોલ્ડ ટેસ્ટિંગ લેબ ધરાવતાં પ્રવીણભાઇ મોહનભાઇ લુણાગરિયા (ઉ.વ.48)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલ્હીના સુરેન્દ્ર હરિરામ શર્મા, તેનો પુત્ર જમીન શર્મા અને તેના સાળા પીન્ટુના નામ આપ્યા હતા.

પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાને નવો ધંધો શરૂ કરવો હોય તેમાં હાઇડ્રોલિક પ્રેસ મશીનની જરૂરિયાત હોવાથી એક કુટુંબીજન મારફત દિલ્હીના સુરેન્દ્ર શર્માનો નંબર મળ્યો હતો તેને ફોન કરતાં સુરેન્દ્ર શર્માએ પોતે મશીન બનાવતો હોવાનું કહી ઓટોપાર્ટ્સના સેમ્પલ ફોટા મોકલ્યા હતા અને પાર્ટ્સ કુરિયર મારફત મોકલી આપશે તેવી ખાતરી આપતા પ્રવીણભાઇએ ગત તા.19 ઓક્ટોબર 2020ના આંગડિયા મારફત રૂ.27.50 લાખ મોકલી આપ્યા હતા, તે રકમ સુરેન્દ્ર શર્માએ સ્વીકારી હતી, જોકે ત્યારબાદ તેણે પાર્ટસ મોકલ્યા નહોતા એટલું જ નહી રિસિપ્ટ પણ આપી નહોતી.

ત્યારબાદ પ્રવીણભાઇ તથા તેના સાળા ચારેક વખત દિલ્હી સુરેન્દ્ર શર્માના કારખાને ગયા હતા જ્યાં સુરેન્દ્રના પુત્ર જતીન અને તેના સાળા પીન્ટુએ મશીન કે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો, આ મામલે અંતે પ્રવીણભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે છેતરપિંડી વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...