તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો, 24 કલાકમાં 41 દર્દીના મોત, બપોર સુધીમાં 151 કેસ નોંધાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3429 દર્દી સારવાર હેઠળ છે

રાજકોટમાં મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 24 કલાકમાં 41 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 20 દિવસથી રોજ 60થી વધુ દર્દીઓના મોત નીપજતા હતા ત્યારે આજે પ્રથમવાર મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 67 દર્દીના મોત થયા હતા તે પૈકી 9 દર્દીના કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 37371પર પહોંચી છે. આજે બપોર સુધીમાં નવા 151 કેસ નોંધાયા છે.

3429 દર્દી સારવાર હેઠળ
રાજકોટમાં 3429 દર્દી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઇકાલે 449 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળતા આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.

શહેર કરતા ગ્રામ્યમાં કેસની સંખ્યા વધી
રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહથી કેસ વધી રહ્યાં હોવા છતાં રાજકોટ જિલ્લા પંચાયત ટેસ્ટ વધારવાને બદલે સતત ઘટાડી રહ્યું છે. પરિણામ સ્વરૂપ રાજકોટનો સૌથી ઊંચો પોઝિટિવિટી રેશિયો સામે આવ્યો છે. શનિવારે 2435 જ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પણ આટલા જ ટેસ્ટમાંથી 290 લોકો કોરોનાગ્રસ્ત નીકળતા રેશિયો 11.9 ટકા જેટલો વધી ગયો છે.

આજથી દાણાપીઠ બજાર આખો દી’ ચાલુ
દાણાપીઠના વેપારીઓએ એપ્રિલ માસમાં હાફ ડે લોકડાઉન સિસ્ટમ લાગુ કરી હતી. એસોસિએશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે, હવે સવારે 8.00 કલાકે દુકાન ખૂલી જશે અને સાંજે 7.00 સુધી દુકાન ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...