આરોપીની ધરપકડ:રાજકોટમાં દલિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ'તું, બે મહિના પછી પોલીસે ફિલ્મી ઢબે નરાધમને ભરૂચ નજીકથી ઝડપ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન લવાયો. - Divya Bhaskar
આરોપીને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન લવાયો.
  • નરાધમે અવાર-નવાર યુવતીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું

બે મહિના પહેલા રાજકોટની દલિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સંડોવાયેલા મૂળ અમરેલીના ઢાકલા ગામના વતની ગૌતમ ગરણીયાને રાજકોટ મહિલા પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ભરૂચ નજીકના નબીપુર ગામ પાસેથી ટ્રાવેલ્સની બસમાંથી પડકી લીધો હતો. બાદમાં રાજકોટ લાવવામાં આવ્યો હતો.

યુવતીને અવારનવાર હવસનો શિકાર બનાવી
મળતી વિગત મુજબ રાજકોટની દલિત યુવતીએ બે માસ પહેલા મહિલા પોલીસમાં કરેલી ફરિયાદમાં આરોપી તરીકે અમરેલીના ઢાકલા ગામના વતની અને હાલ સુરતની પરિમલ
સોસાયટી, વરાછામાં રહેતા ગૌતમ મેરામ ગરણીયાનું નામ આપ્યું હતું. ભોગ બનનારને ગૌતમે પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી, અવાર-નવાર તેને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે મહિલા પોલીસમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો.

મહિલા પોલીસની ટીમ ઘણા સમયથી આરોપીની શોધખોળમાં હતી
ગૌતમ મેરામ ગરણીયા ભાગી જતા તે જે-તે વખતે હાથમાં આવ્યો ન હતો. મહિલા પોલીસની ટીમ ઘણા સમયથી આરોપીની શોધખોળમાં હતી. તપાસ દરમિયાન ગૌતમ સુરતમાં હોવાની માહિતી મળતા રાજકોટ મહિલા પોલીસ મથકના PSI એચ.પી.ગઢવી અને તેમની ટીમ સુરત ગઈ હતી અને ત્યાં જઈ તપાસ કરતા ગૌતમ સુરતથી ઢસા જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભાગી ગયાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ખાનગી ટ્રાવેલ્સનો પીછો કર્યો હતો
આથી રાજકોટ મહિલા પોલીસની ટીમે ખાનગી ટ્રાવેલ્સની બસનો નંબર મેળવી સુરતથી ઢસા જતી ખાનગી બસનો પીછો કરી ભરૂચ નજીકના નબીપુર ગામ પાસેથી ગૌતમને ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો. તેના વિરુદ્ધના કેસમાં એટ્રોસીટીની કલમ પણ હોવાથી તપાસ એસસી, એસટી સેલના એસીપીને સોંપવામાં આવી હતી. જેને આરોપીનો કબ્જો સોંપી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...