શહેરમાં એક વર્ષ પૂર્વે તરુણી પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. બનાવ બાદ તરુણી પરિવારજનો સાથે અન્ય શહેરમાં જતી રહી હતી. જ્યાં તે ગર્ભવતી થતા બનાવનો ભાંડો ફૂટ્યા બાદ મામલો પોલીસમાં પહોંચ્યો છે. હાલ બેંગ્લુરુ રહેતી મૂળ નેપાળની પરિણીતાની બહેનની 17 વર્ષની દીકરીને પેટમાં દુખાવો શરૂ થતા ત્યાંની હોસ્પિટલ લઇ જવાઇ હતી. સારવારમાં રહેલી તરુણીએ બાળકીને જન્મ આપ્યો હતો. જેનું ત્રણ દિવસ બાદ મોત નીપજ્યું હતું. તરુણીની પૂછપરછ કરતા, એક વર્ષ પહેલા એટલે કે ગત વર્ષ રાજકોટના રૂખડિયા કોલોની, રાજીવનગર, હાજીપીરની દરગાહ પાસે રહેતા હતા.
ત્યારે ગત વર્ષના જાન્યુઆરી મહિનાની તા.1ની સવારે બધા બહાર ગયા હતા. પોતે ઘરમાં એકલી હતી. તે સમયે સૂરજ નામનો શખ્સ ઘરમાં ધસી આવ્યો હતો. અને સૂરજે ઘરમાં એકલતાનો લાભ લઇ પોતાની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવની કોઇને જાણ કરી ન હતી. બાદમાં બધા રાજકોટથી બેંગ્લુરુ રહેવા આવી ગયાનું તરુણીએ જણાવ્યું હતું. બેંગ્લુરુમાં ગર્ભવતી થયાનું અને પોતાના પર દુષ્કર્મ થયાની વાત કરતા કર્ણાટક પોલીસે રાજકોટ પોલીસને જાણ કરતા પ્રદ્યુમ્નનગર પોલીસે ઝીરો નંબરથી સૂરજ નામના શખ્સ સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.