કાર્યવાહી:પાંઉભાજી, ગાંઠિયાની દુકાને ભીડ એકઠી થતા વેપારી સામે ગુનો નોંધાયો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનલોક બાદ શહેરમાં કોરોના વાઇરસે વિકટ પરિસ્થિતિ સર્જી દીધી છે. દિવસ દરમિયાન લોકોએ તેમજ વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવા તેમજ રાત્રીના 10 પછી ઘર બહાર નહીં નીકળવા પોલીસ તંત્રે અપીલ કરી છે. તેમ છતાં લોકો આવી વિકટ પરિસ્થિતિમાં સરેઆમ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.

ત્યારે સ્વામિનારાયણ ચોક પાસે આવેલી શ્રીનાથજી પાંઉભાજી અને આ જ વિસ્તારમાં આવેલી રાજશક્તિ ગાંઠિયા નામની દુકાને લોકોની ભીડ જોવા મળી હતી. અને અહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતા બંને દુકાનના વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ઉપરાંત કાલાવડ રોડ, ભીમનગર-5માં પાંચ શખ્સ ભેગા જોવા મળતા તેમની સામે કાર્યવાહી કરી છે. ઓટો રિક્ષામાં ત્રણથી વધુ મુસાફર ન બેસાડવા અંગેના જાહેરનામાનો પણ ભંગ થતો જોવા મળતા પોલીસે આવી ઓટો રિક્ષાના ચાલકો સામે પણ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...